પાકિસ્તાનમાં સિખોના પવિત્ર સ્થળ નનકાના સાહિબમાં થયેલી પથ્થરબાજીને લઈને ભારતમાં બરાબરનું રાજકારણ ગરમાયું છે. એક તરફ ભાજપે આ મામલે કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું છે કે, આ ઘટનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે, દેશમાં નાગરિકતા સંશોધન કાયદાની ખરેખર જરૂર છે. બીજી બાજુ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, આ સંઘની ભાષા છે.
ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ નનકાના સાહિબ ગુરૂદ્વારામાં થયેલી પથ્થરબાજી દરમિયાન એક યુવકના ભડકાઉ ભાષણને ટ્વિટ કરતા કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું હતું કે, શું કોઈ આનું રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે ઈટાલિયન ભાષામાં ટ્રાંસલેશન કરશે. જેથી તે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોના ઉત્પીડનના પુરાવા માંગવાનું બંધ કરે.
છત્તિસગઢ કોંગ્રેસે ટ્વિટર પર જ સંબિત પાત્રાને જવાબ આપ્યો હતો. કોંગ્રેસે ટ્વિટર પર કહ્યું હતું કે – કોઈ જ ભાષામાં અનુંવાદ કરવાની જરૂર નથી, બધા જ જાણે છે કે, આ ‘સંઘી’ ભાષા છે. આ ભાષામાં થોડા દિવસ પહેલા જ ઈંડિયા ગેટ પર ‘ગોળી મારો…’ના નારા ભાજપ નેતાઓ દ્વારા લગાવવામાં આવી રહ્યાં હતાં. બંને તરફથી એક જેવા જ ખોટા વીડિયો ટ્વિટ કરવામાં આવી રહ્યાં છે, એક જેવી જ ભાષાઓ બોલવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.