10માં ધોરણની વિદ્યાર્થિની પર 38 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું

ડિંડોલીમાં ધો. 10ની વિદ્યાર્થિનીને પાણીનો કોક ચાલુ કરવાના બહાને ટેરેસ પર લઇ જઇ નરાધમ પડોશીએ પાશવી બળાત્કાર ગુજાર્યો હતો તેથી ડિંડોલી પોલીસે ગુનો નોંધી પડોશી રામા સોલંકીની અટક કરી હતી.

મળતી વિગતો મુજબ નવાગામ-ડિંડોલી ખાતે રહેતા મૂળ મહારાષ્ટ્ર-પુણેના સુનિતાબેન (નામ બદલ્યું છે) હીરાના કારખાનામાં જોબ કરે છે અને તેમના પતિ પણ સાથે જ નોકરી કરે છે અને તેમની 15 વર્ષીય દીકરી ધો. 10માં અભ્યાસ કરે છે દરમિયાન ગત તા. 1ના રોજ સાંજના સુમારે સુનિતાબેનની તબિયત ખરાબ થતા પતિ સારવારાર્થે દવાખાને લઇ ગયા હતા. આ દરમિયાન તેમની 15 વર્ષીય દીકરી ઘરમાં એકલી હતી. આ સમયે બિલ્ડિંગમાં જ રહેતા રાહુલકાકાના નામથી જાણીતા શખ્સે પાણીનો કોક ચાલુ કરવાના બહાને સગીરાને ધાબા પર લઇ ગયો હતો.

અહીં એકલતાનો લાભ લઇ નરાધમ રાહુલે સગીરાને ચુંબન કરી લેવા સાથે શારીરિક અડપલાં પણ કર્યા હતા, ત્યારબાદ બળજબરી કરી કપડા કાઢી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું અને દવાખાનેથી પરત ફરેલા માતા-પિતાને સગીરાએ પડોશીના કૃત્ય અંગેની વાત કરી તો તેઓના પગતળેથી જમીન સરકી ગઇ હતી અને શનિવારે મોડીરાત્રે જ સમગ્ર મામલો ડિંડોલી પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી આરોપી રામા ઉર્ફે રાહુલ બુધા સોલંકી (ઉં.વ. 38)ની ધરપકડ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.