Narayan Sai Bail News : લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઇને મળ્યા જામીન, દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ પિતા આસારામ સાથે મુલાકાત કરવા મળ્યા જામીન
Narayan Sai bail : દુષ્કર્મના કેસમાં નારાયણ સાંઇને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં નારાયણ સાંઇ 11 વર્ષ બાદ પિતા સાથે મુલાકાત કરશે. સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઇને જામીન મળ્યા છે. મહત્વનું છે કે, માનવતાના ધોરણે હાઇકોર્ટે અરજી મંજૂર કરી છે. નોંધનિય છે કે, દુષ્કર્મના કેસમાં નારાયણ સાંઇ લાજપોર જેલમાં બંધ છે તો દુષ્કર્મના કેસમાં આસારામ જોધપુર જેલમાં બંધ છે.
લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઇને જામીન મળ્યા છે. મહત્વનું છે કે, 11 વર્ષ બાદ દુષ્કર્મી નારાયણ સાંઇ પિતા આસારામ સાથે મુલાકાત કરી શકશે. વાસ્તવમાં દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ પિતા આસારામ સાથે 11 વર્ષથી મુલાકાત ન કરી હોવાથી ગુજરાત હાઇકોર્ટે માનવતાના ધોરણે અરજી મંજૂર કરી છે. જોધપુર જેલમાં આસારામ સાથે 4 કલાક મુલાકાતની મંજૂરી આપી છે. અહી એ પણ નોંધનિય છે કે, દુષ્કર્મના આરોપમાં આસારામ જોધપુર જેલમાં બંધ છે તો નારાયણ સાંઇ સુરતની લાજપોર જેલમાં બંધ છે. જેથી હવે નારાયણ સાંઇને સુરત જેલથી હવાઇ માર્ગે જોધપુર લઇ જવાશે.
આ સાથે ગુજરાત હાઇકોર્ટે નારાયણ સાંઇને અવર-જવરના ખર્ચ પેટે 5 લાખની રકમ સચિન પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા હુકમ કર્યો છે. આ સાથે જોધપુર જેલમાં મુલાકાત બાદ લાજપોર જેલ લાવ્યા બાદ રિપોર્ટ કોર્ટમાં સબમિટ કરવા હુકમ કરાયો છે. અહીં એ પણ મહત્વનું છે કે, સચિન પોલીસ મથકે ડિપોઝિટ જમાં કરાવ્યા બાદ અવર જવરના સમય અંગે સરકાર નિર્ણય લેશ. જેલમાં પિતા-પુત્રની મુલાકાત દરમિયાન અન્ય કોઈને હાજર ન રાખવા હુકમ કરાયો છે. આ સતહ માતા અને બહેનને મળવાની મંજૂરી નથી આપી. મહત્વનું છે કે, 1 ACP, 1 PI , 2 હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલના જાપ્તા સાથે નારાયણ સાંઇને જોધપુર જેલ લઈ જવાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.