કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શન અને કેન્દ્ર સરકારની સાથે વાતચીતની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બર 2020ના છેલ્લા રવિવારે 11 રેડીયો કાર્યક્રમ મન કી બાત ના માધ્યમથી દેશને સંબોધિત કરશે. માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન ખેડૂતોના મુદ્દા પર દેશને સંબોધિત કરી શકે છે.
નોંધનીય છે કે કૃષિ કાયદાઓની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો એ આ દિવસે થાળી અને તાળી વગાડીને પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. જોકે સરકારની સાથે વાતચીત માટે તેઓ તૈયાર થયા છે. એવામાં જોવાનું રહેશે કે તેમનો નિર્ણય શું રહે છે.
બીજી તરફ, 28 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના સંગોલીથી પશ્ચિમ બંગાળના શાલીમાર જનારી 100મી કિસાન રેલને લીલી ઝંડી બતાવશે. કાર્યક્રમનું સંચાલન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થશે. વડાપ્રધાન કાર્યાલયે શનિવારે આ વિશે જાણકારી આપી. કાર્યક્રમમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલ પણ ઉપસ્થિત રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.