મહારાષ્ટ્રના રાજકારણ ઉદ્ધવ ઠાકરે એવા નેતા હશે કે જેઓ વગર ચૂંટણીએ મુખ્ય પ્રધાન બનવાનો ઇતિહાસ રચવા જઇ રહ્યા છે. આ અગાઉ ગુજરાતથી નરેન્દ્ર મોદી અને વિહારથી રાબડી દેવી ક્યારેય ચૂંટણી લડયા વગર સીધા મુખ્ય પ્રધાનની ગાદી પર બેસી ગયા હતા.
ઉદ્ધવ ઠાકરે છેલ્લા ૧૯ વર્ષથી રાજકારણમાં સક્રીય છે. અને પિતાનો રાજકીય વારસો સંભાળે છે. ઉદ્ધવ ઠાકરેએ અત્યાર સુધી કોઇ પણ ચૂંટણી લડયા નથી કે સરકારમાં પદ સંભાલ્યું નથી.
શિવસેના અત્યાર સુધી કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સરકારમાં ભાગીદાર તરીકે રહી છે. પરંતુ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં લોકો વચ્ચે પોતાની આગવી છાપ ઉભી કરી છે. હવે તેઓ મુખ્ય પ્રધાન બનવા જઇ રહ્યા છે. એવામાં તેમને આગામી છ મહિનામાં વિધાનસભા કે વિધાનપરિષદની સભ્ય પદે ચૂંટાઇને આવવું પડશે.
રાબડી દેવી વર્ષ ૧૯૯૭માં મુખ્ય પ્રધાન બન્યા હતા. તે સમયે તેઓ ગૃહમાં સભ્ય ન હતા. આ અગાઉ ક્યારેય ચૂંટણી લડયા ન હતા. લાલુ યાદવને ઘાસચારાના કૌંભાડમાં જેલ જવું પડયું ત્યારે રાબડી દેવીએ રાજકીય જવાબદારી સંભાળવા આગળ આવ્યા અને મુખ્ય પ્રધાન બન્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.