અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોનાના વધતા કેસને લઇને શહેરના 8 વોર્ડમાં રાત્રે 10 વાગ્યા પછી તમામ વેપાર-ધંધા બંધ કરવાનો આદેશ આપ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ પ્રેક્ષકો વગર રમાશે. અગાઉથી ટિકીટ બુક કરાવનાર પ્રેક્ષકોને રીફંડ મળશે. કોરોનાને કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકો મેચ નહીં જોઇ શકે.
CM રૂપાણીએ ટ્વિટ કરીને કહ્યું કે, GCA અને BCCIએ વિવેકપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય કોવિડ-19 સામેની આપણી લડાઈને મજબૂત બનાવશે. સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જય શાહ અને GCAના અધિકારીઓનો પણ આભાર માન્યો છે.
પ્રથમવાર શહેરમાં 530 કેસો એક્ટિવ છે. 24 ડિસે.બાદ એક જ દિવસમાં 205 કેસ નોંધાયા છે. વધુ 4 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનો ઉમેરો થયો છે. પશ્ચિમ વિસ્તારમાં કોરોના કેસ વધી રહ્યાં છે.
વધતા કેસને પગલે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ફરી એકવાર 5 હજાર નજીક પહોંચી ગઈ છે. છેલ્લા એક દિવસની વાત કરીએ તો ગુજરાતમાં 890 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરત અને અમદાવાદના છે. સુરતમાં એક દિવસમાં 262 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં 209 કેસ નોંધાયા છે. આ તરફ રાજકોટમાં 95 અને વડોદરામાં 93 કેસ નોંધાયા છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં 18 કેસ, જામનગરમાં 14 કેસ, ભાવનગરમાં 12 કેસ અને જૂનાગઢમાં 9 કેસ નોંધાયા છે. વધતા કેસને પગલે તંત્ર પણ ચિંતિત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.