નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ સીરીઝની મે મેચમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોને ચક્કર આવી ગયા હતા. અમદાવાદની પિચ પર સ્પીનર્સનો એવો દબદબો હતો કે ઇંગ્લેન્ડની ટીમ ત્રીજી ટેસ્ટ મેચ 2 દિવસ અને ચોથી ટેસ્ટ મેચ માત્ર 3 દિવસમાં હારી ગઈ. હવે ટી20 સીરીઝનો વારો છે અને આ જ મેદાન પર પાંચેય મેચ યોજાવાની છે.
ભારત અને ઈંગ્લેન્ડની પાસે એકથી એક સ્ફોટક બેટ્સમેન છે એવામાં બંને ટીમોના બોલરોને ખૂબ જ પરિશ્રમ કરવો પડશે.
જાન્યુઆરીમાં યોજાયેલા આ મુકાબલામાં સ્પિનર્સની વિરુદ્ધ રન કરવા એટલા સરળ નહોતા. આ દરમિયાન રમાયેલી મેચો દરમિયાન સ્પિનર્સનો ઇકોનોમી રેટ 6.67 રહ્યો હતો અને ફાસ્ટ બોલરોએ 7.55ના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા. સ્પિનર્સની મદદ મળવી ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે
અમદાવાદમાં રમાનારી ડે-નાઇટ મેચોમાં ઝાકળ ચોક્કસ પ્રભાવ છોડે છે. કંઈક આવું જ સૈયદ મુશ્તાક ટ્રોફીમાં પણ જોવા મળ્યું હતું. અહીં રમાયેલી 7માંથી 5 મેચમાં લક્ષ્યનો પીછો કરનારી ટીમ જીતી હતી.
શુક્રવારે અમદાવાદમાં સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તાપમાન 30થી 32 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. સાંજે પ્રારંભિક ઓવરોમાં ફાસ્ટ બોલરોને સ્વિંગ મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.