PM નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ક્ષતિનો મામલો ઠંડો પડતો જણાતો નથી અને પંજાબના સીએમ ચરણજીત ચન્નીએ પીએમની સુરક્ષા અંગેની માહિતી પ્રિયંકા ગાંધી સાથે શેર કરતા ભાજપે સખત વાંધો ઉઠાવતા આ મામલો ગરમાયો છે.
આ પછી પ્રિયંકા ગાંધીએ સોમવારે એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ અંગે સ્પષ્ટતા કરી હતી કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે અને અમે તેમની ચિંતા કરીએ છીએ અને તે એક કારણ માત્ર થી સીએમ ચન્ની પાસેથી પીએમ મોદીની સુરક્ષા વિશે માહિતી લીધી હતી. આના પર કોઈ રાજનીતિ ન થવી જોઈએ.
પીએમની સુરક્ષામાં ક્ષતિ બાદ પંજાબના સીએમ ચરણજીત ચન્નીએ કહ્યું હતું કે પંજાબમાં પીએમને કોઈ ખતરો નથી અને તેઓ સંપૂર્ણપણે સલામત હતા. આ સંબંધમાં મેં પ્રિયંકા ગાંધી સાથે વાત કરી છે અને તેમને સમગ્ર મામલાની જાણકારી આપી છે. ચન્નીના આ નિવેદન પર ભાજપે કોંગ્રેસ અને સીએમ પર નિશાન સાધ્યું હતું.
બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ સીએમ ચન્ની પર કટાક્ષ કરતા કહ્યું, ‘ચન્ની સાહેબ, થોડા પ્રમાણિક બનો, તમે પ્રિયંકા ગાંધીને કહ્યું હશે કે કામ થઈ ગયું અને એટલે કે તમે જે કહ્યું તે થઈ ગયું.
પાત્રાએ ચન્ની પર વળતો પ્રહાર કરતા કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ચન્નીએ આ સંબંધમાં પ્રિયંકા ગાંધીને બધી વાત કહી અને આ સાથે પાત્રાએ સવાલ કર્યો હતો કે પ્રિયંકા ગાંધીને પીએમની સુરક્ષા વિશે કઈ સત્તા હેઠળ જાણ કરવામાં આવી હતી અને પીએમની સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દા અંગે વર્તમાન મુખ્યમંત્રીએ પ્રિયંકા ગાંધીને કયા આધારે માહિતી આપી?
મુખ્યમંત્રીએ આવું કેમ કર્યું? શું પ્રિયંકા ગાંધી કોઈ બંધારણીય પદ ધરાવે છે જેના વિશે તેમને જાણ કરવામાં આવી હતી? પ્રિયંકા ગાંધી કોણ છે જેમને મુખ્યમંત્રીએ જાણ કરી હતી?
આમ પ્રિયંકા ગાંધી એ વડાપ્રધાન ની સુરક્ષા મામલે પંજાબ ના મુખ્યમંત્રી સાથે કરેલી વાત ને લઈ બબાલ ઉભી થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.