નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસે રવાના,જાણો 7 દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના એક સપ્તાહના અમેરિકાના પ્રવાસ માટે રવાના થયા છે.  અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં પીએમ મોદીના સન્માનમાં હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ દરમિયાન તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરવાના છે. બંને નેતાઓ એક સાથે મંચ શેર કરવાના છે.

સમગ્ર વિશ્વની નજર આ કાર્યક્રમ પર મંડાયેલી છે. અમેરિકા રવાના થતા પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે હ્યુસ્ટન કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિ એક નવો મીલનો પત્થર સામેલ થશે. આ પહેલો પ્રસંગ હશે કે જ્યારે કોઇ અમેરિકન રાષ્ટ્રપતિ તેમની સાથે ભારતીય-અમેરિકન સમુદાયના કાર્યક્રમમાં ભાગ લેશે.

અમેરિકાના પ્રવાસ દરમિયાન દુનિયાભરના નેતાઓને  મળવાનો મોકો મળશે. તેઓ ભારતીય સમુદાયને સંબોધિત કરવાની સાથે એનર્જી કંપનીઓના સીઇઓ સાથે પણ મુલાકાત કરવાના છે. ભારત અને અમેરિકાના સંબંધો પર પીએમ મોદીએ જણાવ્યું કે બંને રાષ્ટ્ર એક સાથે મળીને કામ કરીને વધુ શાંતિપૂર્ણ, સ્થિર, સુરક્ષિત, ટકાઉ અને સમૃદ્ધ વિશ્વ બનાવવામાં યોગદાન કરી શકે છ

                     

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.