નરેન્દ્ર મોદીને બાનમાં લેવા જતા ખુદ રાહુલ ગાંધી ફસાયા, NIA ચીફને લઇને બેફામ બોલ્યા

જમ્મુ-કાશ્મીર પોલીસના એન્ટી-હાઇજેકિંગ સેલના ડીએસપી રહી ચૂકેલા દેવિંદર સિંહનો કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આપત્તિ વ્યકત કરતાં ફરી ભાંગરો વાટ્યો છે. જી હા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આરોપ મૂકતા ફરી એકવખત મસમોટી ભૂલ કરી દીધી છે. NIAના પ્રમુખના નામમાં ગોટાળો કરી દીધો.

YK મોદી કે YC મોદી

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે આતંકવાદી ડીએસપી દેવિંદરને ચુપ કરાવાની સર્વોત્તમ પદ્ધતિ છે કેસને NIAના હાથમાં સોંપી દેવો. તેમણે કહ્યું કે હાલ NIA પ્રમુખના આધીન આ કેસની તપાસનું કોઇ પરિણામ આવવાનું નથી. રાહુલે કહ્યું કે NIAના પ્રમુખ પણ બીજા મોદી જ છે – વાઇકે જેમણે ગુજરાતમાં તોફાનો અને હરેન પંડ્યાની હત્યા કેસની તપાસ કરી હતી. વાઇકેની દેખરેખમાં આ કેસ ખત્મ થવા જેવું છે. પરંતુ NIAના પ્રમુખ YK નહીં YC એટલે કે યોગેશ ચંદ્ર મોદી છે.

રાહુલનો પ્રશ્ન, દેવિંદરને કોણ ચુપ કરવા માંગે છે?

અંતમાં રાહુલે પ્રશ્ન કર્યો કે આખરે ટેરરિસ્ટ દેવિંદરને કોણ ચુપ કરાવા માંગે છે અને કેમ? તેમણે હેશટેગની સાથે લખ્યું, આતંકવાદી દેવિંદરને કયા લોકો ચુપ કરાવા માંગે છે અને કેમ? રાહુલ પહેલાં પણ દેવિંદર સિંહના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના મૌન પર પ્રશ્ન ઉઠાવી ચૂકયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.