વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાત માટે આજે રાત્રે ગાંધીનગર આવી પહોંચશે. પીએમ મોદી બુધવારે જ સાઉદી અરેબિયાની બે દિવસની મુલાકાતેથી પરત ફર્યા છે. આજે (બુધવારે) રાત્રે પીએમ મોદી રાત્રે 9:30 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. જે બાદમાં તેઓ સીધા જ ગાંધીનગર જવા રવાના થશે. પીએમ મોદી રાત્રી રોકાણ ગાંધીનગરના રાજભવન ખાતે કરશે.
પીએમ મોદી 31મીએ સવારે 6:30 કલાકે ગાંધીનગર ખાતેથી હેલિકોપ્ટર મારફતે કેવડિયા કોલોની જવા માટે રવાના થશે. તેઓ 7:45 વાગ્યે કેવડિયા પહોંચશે. સવારે આઠ વાગ્યે તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટિ ખાતે પુષ્પાંજલિ કરશે.
પુષ્પાંજલિ કાર્યક્રમ બાદ પીએમ મોદી સવારે 8:30થી 10:00 વાગ્યા સુધી પરેડમાં ઉપસ્થિત રહેશે. જે બાદ 11 વાગ્યે આર્મ્ડ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. બપોરે 12:30 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી પીએમ મોદી અધિકારીઓ સાથે સંવાદ કરશે. બપોરે એક વાગ્યે પીએમ મોદી સંબોધન કરશે.
બપોર પછી 2:30 વાગ્યાથી 3:30નો સમય આરક્ષિત રાખવામાં આવ્યો છે. જે બાદ મોદી સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે. કેવડિયા કોલોનીથી સાંજે પાંચ વાગ્યે વડોદરા જવા માટે રવાના થશે. વડોદરાથી વિમાન મારફતે તેઓ નવી દિલ્હી જવા માટે રવાના થશે. નોંધનીય છે કે પીએમ મોદી ટૂંકા જ સમયમાં કેવડિયા કોલોનીના બીજા પ્રવાસે આવી રહ્યા છે. આ પહેલા તેમણે કેવડિયા કોલોની ખાતે વિવિધ લોકાર્પણો કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.