નરેન્દ્ર મોદી ફક્ત ગુજરાતનું નહીં પણ દેશનું ગર્વ છે- જાણો ટ્રમ્પનું ભાષણ

નમસ્તે સાથે ડોનાલ્ડ ટ્રમ્પે ભાષણની શરૂઆત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ભારતની રિસ્પેક્ટ કરે છે. અમેરિકા હંમેશા ભારતને વફાદાર રહ્યું છે. અમે હાઉડી મોદી કાર્યક્રમ માટે દુનિયાના સૌથી મોટા ફૂટબોલ સ્ટેડિયયમાં મોદી માટે કાર્યક્રમ રાખ્યો.

જ્યારે મોદીએ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ રાખ્યો. આ સ્ટેડિયમ ખુબ જ સુંદર છે. મારા માટે હજારો લોકો અહીં આવ્યા, અને હજારો લોકોએ રસ્તા પર લાઈનો લગાવી અને રસ્તા પર ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવી. હું હંમેશા આ સન્માનને યાદ કરીશ. ભારત દુનિયાની સૌથી મોટી અને વિશાળ ઈકોનોમી છે.છેલ્લા દાયકામાં ભારતે હજારો લોકોને ગરીબીથી દૂર કર્યા છે. ભારતમાં તમામના ઘરે વીજળી પહોંચાડી છે. ઈન્ટરનેટ સાથે હજારો લોકોને જોડ્યા. 71 મિલિયન ઘરોમાં ગેસ પૂરો પાડ્યો અને લાખો લોકોને ટોઈલેટ બનાવ્યું.

અને ભારત દરેક મિનિટે લોકોને ગરીબીમાંથી બહાર કાઢી રહ્યું છે. અને થોડા જ સમયમાં ભારત વિશ્વમાં મિડલ ક્લાસનો સૌથી મોટો દેશ હશે. અને ભારતમાં ગરીબી સંપુર્ણ હટી જશે. ભારત સદીનો ઉત્કૃષ્ટ દેશ છે. ભારત લોકતાંત્રિક, શાંતિપ્રિય અને સહનશીલ દેશ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.