નરેન્દ્ર મોદીએ હાથમાં ઉઠાવી ગન, સાધયો નિશાનો, ચલાવી ધનાધન ગોળીઓ

લખનૌનાં ડિફેન્સ એક્સપોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારનાં અત્યાધુનિક હથિયારોનું નિરીક્ષણ કર્યું. પીએમ મોદીએ અહીં હથિયારો જોયા અને વર્ચુઅલ શૂટિંગ રેંજમાં નિશાન પણ લગાવ્યું. એક્સપોમાં હાજર એક્સપર્ટએ પીએમ મોદીને હથિયારો વિશે જાણકારી આપી. પછી ત્યાં પીએમ મોદીએ વર્ચુઅલ શૂટિંગ રેંજમાં ગોળીઓ પણ ચલાવી.

ઉલ્લેખનીય છે કે વર્ચુઅલ શૂટિંગ રેંજ વિજ્ઞાનની એ કરામત છે જ્યાં તમે કોઈપણ ગોળી બરબાદ કર્યા વગર નિશાન લગાવી શકો છો અને પોતાની ક્ષમતા ચકાસી શકો છો. સૈનિકો માટે આ ટ્રેનિંગ ઘણી જરૂરી છે. નિષ્ણાતોએ જણાવ્યું કે પીએમ મોદી જ્યાં હાજર હતા એ વર્ચુઅલ શૂટિંગ રેંજ હતી. વર્ચુઅલ શૂટિંગ રેંજમાં નિશાનેબાજ અથવા સૈનિક યુદ્ધમાં ગયા વગર યુદ્ધ જેવી પરિસ્થિતિને અનુભવી શકે છે અને પોતાની યુદ્ધ ક્ષમતા ચકાસી શકે છે.

એક રોમાંચક અનુભવમાં પીએમ મોદીએ પોતાના હાથમાં બંદૂક પકડી અને ખુદ નિશાન લગાવ્યું. આ પહેલા પીએમ મોદીએ આજે ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું. હથિયારોની દ્રષ્ટિએ આ એશિયાનું સૌથી મોટું બજાર છે. વૃંદાવન યોજનાનાં સેક્ટર-15માં 43 હજાર વર્ગમીટરમાં ફેલાયેલા ‘ડિફેન્સ એક્સપો’ ક્ષેત્રમાં દેશ-વિદેશની દિગ્ગજ રક્ષા કંપનીઓ પોત-પોતાના હથિયારનું પ્રદર્શન કરી રહી છે. તો બુંદેલખંડમાં ડિફેન્સ કૉરિડોરનાં લોન્ચિંગ પેડ દરમિયાન જોવા મળતા એક્સપોમાં દેશ અને યૂપીનું નિશાન દુનિયાભરની કંપનીઓનાં રોકાણ પર હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.