ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ઉડાન યોજનામાં ગુજરાતની પ્રગતિ અવરોધાઇ છે, કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં નવા એરપોર્ટ બની શક્યા નથી. મુસાફરો સસ્તી હવાઇ સફર કરી શકે તે માટે ઉડાન યોજના બનાવવામાં આવી છે પરંતુ ગુજરાત સિવિલ એવિયેશનમાં હજી ઘણું પછાત છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હેલીકોપ્ટર ઉડી શકે છે પરંતુ એરક્રાફ્ટ નહીં.
મોદીની મહત્ત્વાકાંક્ષી યોજના ‘હવાઈ ચપ્પલ થી હવાઈ જહાજ’ પણ ખોરંભે ચઢી છે. વાસ્તવમાં, નાના શહેરો માટે હવાઈ સફર શરૂ કરવા માટે જરૂરી એરપોર્ટ તૈયાર કરવાનું કામ જ મંથર ગતિએ ચાલે છે. આ યોજનાનું નામ ‘ઉડાન’ છે. મોદી સરકારની ઈચ્છા છે કે ભારતના નાગરિકો હવાઈ ચપ્પલ પહેરીને સામાન્ય લોકો પણ હવાઈ સફર કરી શકે. જો કે ગુજરાત સરકારની વાયબ્રન્ટ સમિટ માત્ર તાયફા સમિટ બની રહી છે, એવિયેશન સેક્ટરમાં મૂડીરોકાણ આવતું નથી.
ઉડાન યોજના પ્રમાણે જૂના એરપોર્ટમાં સુધારા કરવાની સાથે નવા એરપોર્ટના નિર્માણનું કામ સામેલ છે. આ સાથે જ એરલાઈન્સને પણ કેટલીક સુવિધાઓ મળશે. જોકે, એવિયેશનના એક અધિકારીએ કહ્યું હતું કે અમે પ્રયાસ કરીએ છીએ પરંતુ એવિયેશન સેક્ટરની કંપનીઓ ગુજરાતમાં મૂડીરોકાણ કરતી નથી. નાના શહેરોમાં નવા એરપોર્ટ બનાવવા અને જૂના એરપોર્ટ અપગ્રેડ કરવાનું કામ ઝડપથી આગળ વધતું નથી. એવામાં આગામી પાંચ વર્ષમાં 10 કરોડ વધુ પ્રવાસીઓને જોડવાનો સરકારનો હેતુ માર્યો જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.