દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નિવેદનબાજી ચરમ પર છે. આ ચૂંટણીમાં નેતાઓએ એવા-એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ ચૂંટણી પંચને દખલ દેવી પડી. હવે એક વખત ફરીથી આપત્તિજનક ટિપ્પણીનો તાજો મામલો સામે આવ્યો છે. આ વખતે નિશાના પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી છે. તેમણે હૌજ રાનીમાં એક જનસભાને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇ ખૂબ જ આપત્તિજનક વાતો કહી દીધી.
રાહુલ ગાંધીએ કહ્યું કે આ જે નરેન્દ્ર મોદી ભાષણ આપી રહ્યા છે, 6 મહિના બાદ તે ઘરમાંથી બહાર નીકળી નહીં શકે. હિન્દુસ્તાનના યુવાનો તેમને ડંડો મારશે, તેમને સમજાવી દેશે કે હિન્દુસ્તાનના યુવાનોને રોજગારી આપ્યા વગર આ દેશ આગળ વધી શકશે નહીં.
ઇન્વેસ્ટર પાછળ હટી રહ્યા છે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે બધા લોકો ઇચ્છે છે કે ચીનને કોઇને કોઇ બેલેન્સ કરે. વેપારીઓએ પોતાના પૈસા ચીનમાં નાંખ્યા અને ત્યાં વાયરસ આવી ગયો. ચીનની બધી ફેકટરીઓ બંધ પડી છે. આખી દુનિયા કહી રહી છે કે અમે અમારા પૈસા હિન્દુસ્તાનમાં ઇનવેસ્ટ કરવા માંગીએ છીએ, પરંતુ દેશમાં વધતી હિંસા અને નફરતના લીધે ઇન્વેસ્ટર પાછળ હટી રહ્યા છે.
મટિયા મહિલામાં રેલીને સંબોધિત કરતાં રાહુલે કહ્યું કે મોદી પોતાનો બધો સમય હિન્દુ-મુસ્લિમ-સિખ-ઇસાઇને વહેંચવામાં વાપરે છે. સવારે ઉઠતા જ તેઓ વિચારવા લાગે છે કે દેશને કંઇ રીતે વહેંચવું છે? અસમ, પંજાબ, મહારાષ્ટ્ર દરેક જગ્યાએ આ લોકોને લડાવે છે અને દાવાઓ કરે છે દેશભકત હોવાના.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.