નરેન્દ્ર મોદીએ NRC પર અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન આપ્યું, સંસદમાં લેખિતમાં આપ્યો જવાબ

નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ ઇન્ડિયન સિટિઝન (NRC) પર દેશભરમાં વિપક્ષી દળો દ્વારા મચેલી બબાલ વચ્ચે આજે સરકારે સ્પષ્ટતા કરી છે કે NRCને લાગુ કરવા માટે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. અત્રે જણાવવાનું કે વિપક્ષી દળો NRCનો ખુબ વિરોધ કરી રહ્યાં છે. આ ઉપરાંત લોકસભામાં આજે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીના નિવેદનને લઈને પણ ખુબ ઘમાસાણ થયું.

કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે હજુ સુધી સરકારે રાષ્ટ્રીય સ્તરે NRC બનાવવાનો કોઈ નિર્ણય લીધો નથી. દિલ્હીમાં વિપક્ષી દળોએ CAA અને NRCના વિરોધમાં બેઠક પણ યોજી હતી. જો કે આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને બીએસપી ચીફ માયાવતી સામેલ થયા નહતાં.

રાષ્ટ્રપતિના અભિભાષણમાં પણ NRCનો ઉલ્લેખ નહતો
સરકારે આ મુદ્દે અનેકવાર નિવેદન આપીને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવાની કોશિશ કરી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે બજેટ સત્રની શરૂઆતમાં સંસદના બંને સદનોની સયુંક્ત બેઠકને સંબોધતા NRCનો કોઈ ઉલ્લેખ કર્યો નહતો. જો કે સાત મહિના પહેલા જ તેમણે એ જાહેરાત કરી હતી કે ડેટાબેસ માટે દરેક ભારતીય અંગે ‘પ્રાથમિકતાના આધારે જાણકારી’ ભેગી કરવામાં આવશે. નવી લોકસભા રચાયા બાદ 20 જૂન 2019ના રોજ કોવિંદે કહ્યું હતું કે ગેરકાયદે ઘૂસણખોરો ભારતની આંતરિક સુરક્ષા માટે મોટું જોખમ છે અને તેનાથી દેશના અનેક ભાગોમાં સામાજિક અસંતુલન વધવાની સાથે જ આજીવિકા સહિતના મુદ્દો પર ખુબ દબાણ છે. તેમણે કહ્યું હતું કે મારી સરકારે NRCને ઘૂસણખોરી પ્રભાવિત વિસ્તારોમાં પ્રાથમિકતાના આધારે લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.