નરેન્દ્ર મોદીએ સુરતને આપી સૌથી મોટી ભેટ, સુરતમાં બનશે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન ટેક્નોલોજી

મોદી સરકારે સુરતના લોકોને સૌથી મોટી ભેટ આપી છે. હવે સુરતમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન ટેક્નોલોજી (IIT) બનવવામાં આવશે. છેલ્લા 3 વર્ષથી IITની માંગણી હતી, જે કેન્દ્ર સરકારે પાસ કરી છે. IIIT સંશોધન વિધેયક 2020ને મંજૂરી આપી દેવામાં આવી છે. દેશમાં PPP ધોરણે પાંચ IIIT બનાવાશે. જેના ભાગરૂપે ભોપાલ, ભાગલપુર, અગરતલા અને રાયપુરમાં IIIT બનાવવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે.

દેશમાં 25 IIIT(ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફોર્મેન્શન ટેક્નોલોજી)માંથી પાંચ સરકારી અને 20 પીપીપી ધોરણે ચાલે છે. જેમાંથી પાંચ IIITને આજે કેન્દ્ર સરકાર દ્વારા ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ તરીકેનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. પાંચમાંથી એક IIIT સુરતના એસવીએનઆઈટી કેમ્પસમાં ચાલે છે.

ભારત સરકાર પાસે IIT અંગે સુરત સહિત દક્ષિણ ગુજરાત છેલ્લા લાંબા સમયથી જે માંગણી કરવામાં આવી હતી, તે આજે પુરી થતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. કારણકે IIITને લઇને સુરતમાં વર્ષ 2017થી ચાલતાં બી ટેક અને ઈસીના કોર્ષમાં અત્યારે કુલ 325 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. જોકે તેમને સીધો ફાઈદો નહોતો મળતો. પરંતુ આજની જાહેરાત બાદ વિદ્યાર્થીઓને અને ઈન્સ્ટીટ્યુ બન્નેને ફાયદો થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.