નરેશ પટેલ બે દિવસથી દિલ્હીના પ્રવાસે છે, જાણો કેમ આટલો સમય લઈ રહ્યા છે?

ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી એવા નરેશ પટેલના રાજકારણમાં જોડાવાના લઈને સમાચારો તેજ બની રહ્યા છે કેમકે, નરેશ પટેલ છેલ્લા બે દિવસથી દિલ્હીના પ્રવાસે છે આ પહેલા બીજેપીમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. તેની પહેલાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા હતી પરંતુ દિલ્હીમાં ખાસ કરીને તેઓ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે બેઠક કરી રહ્યા હોવાની વાતો સામે આવી છે ત્યારે નરેશ પટેલે એપ્રિલના બીજા સપ્તાહમાં 20 તારીખ આજુબાજુ રાજકીય પાર્ટીમાં જોડાવવાને લઈને સંકેતો આપ્યા હતા અને ત્યારે આ સમાચારની વચ્ચે નરેશ પટેલ અત્યારે દિલ્હીના પ્રવાસે છે જેથી કંઈક નવાજૂની થવાના સંકેતો મળી રહ્યા છે.

ખોડલધામના નરેશ પટેલ રાજકારણમાં જોડાયા તેને લઈને સમાચારો સતત સામે આવી રહ્યા છે. અગાઉ નરેશ પટેલ માર્ચ મહિનાની અંદર રાજકારણમાં એન્ટ્રી કરવાને લઈને જાહેરાત કરી હતી ત્યારે તેમણે 31 માર્ચ પહેલાં થોડો સમય રાજકારણમાં જોડાવાને લઈને માંગ્યો હતો.

ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે નરેશ પટેલ 15થી 20 એપ્રિલની વચ્ચે રાજકારણમાં જોડાવાને લઈને જાહેરાત કરી શકે છે.અને 15થી 20 એપ્રિલ વચ્ચે પત્રકાર પરિષદ યોજી રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગેની મોટી જાહેરાત નરેશ પટેલ દ્વારા કરવામાં આવી શકે છે.

અત્યાર સુધી ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ સાથે નરેશ પટેલની બેઠક યોજાઇ ચૂકી છે ત્યારે નરેશ પટેલ પણ અલગ અલગ રાજકીય પાર્ટીઓ સાથે મિટિંગ કરી સસ્પેન્સ જાળવી રહ્યા છે અને ત્યારે બીજેપી દ્વારા પણ નરેશ પટેલને પાર્ટીમાં જોડાવવાને લઈને કહેવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.