સૌરાષ્ટ્રના લેઉઆ પટેલ સમાજના આગેવાન તથા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવવાની તૈયારીમાં હોવાના એંઘાણ સામે આવ્યા છે. જોકે, નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવવા માટેની એક શરત મૂકી છે. નરેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સામે એક શરત મૂકી છે કે, ગુજરાત વિધાનસભા માટેની ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રશાંત કિશોર કામ કરશે.અને તો જ તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે. કોંગ્રેસના રાજકીય સુત્રો એવું કહે છે કે, નરેશ પટેલની શરત અંગે આ અઠવાડિયા સુધીના અંત સુઘીમાં નિર્ણય આવી શકે એમ છે.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતભરમાં એક એવી ચર્ચા ચાલી રહી છે કે, નરેશ પટેલ રાજકારણમાં એન્ટ્રી કરી રહ્યા છે. પણ થોડા દિવસ પહેલા એવો ધડાકો થયો હતો કે, નરેશ પટેલ ભાજપમાં જોડાઈને પોતાની રાજકીય ઈનિંગ્સ શરૂ કરી શકે છે. નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થઈ રહ્યા છે એવી અનેક વાતે જોર પકડ્યું હતું. પણ નરેશ પટેલ કઈ રાજ્કીય પાર્ટીમાં જઈ રહ્યા છે એ અંગે કોઈ ચોખવટ કરી નથી. આગામી અઠવાડિયા સુધીમાં હવે ચિત્ર સ્પષ્ટ થઈ જશે એવું દેખાઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા તેઓ દિલ્હીની મુલાકાત પણ કરી આવ્યા હતા. જોકે, તેઓ રાહુલ ગાંધીને મળ્યા હોવાનું ચર્ચામાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નરેશ પટેલને પોતાના રાજકીયપક્ષમાં લાવવા માટે મસમોટા ઘમપછાડા કરી રહી છે.
થોડા દિવસ પહેલા એવા વાવડ મળ્યા છે કે, કોંગ્રેસ નરેશ પટેલને પોચાની ટીમમાં લાવવા માટે ખૂબ પુરૂષાર્થ કરી રહી છે.અને સાંધ્ય દૈનિક ‘અકિલા’ના રીપોર્ટ અનુસાર આગામી અઠવાડિયામાં મંગળ કે બુધવારે નરેશ પટેલ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જશે. હાલ આવી પ્રબળ શક્યાઓ છે. આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખે એવું પણ કહ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં જોડાવવા માટે સક્ષમ છે. સ્વતંત્ર છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જાય છે એવી અટકલ ભલે ચાલતી હોય પણ આવો કોઈ નિર્ણય હજુ સુધી નથી લેવાયો. જોકે અકિલા જેવા દિગ્ગજ અખબારોના અહેવાલથી રાજકોટની માર્કેટમાં રાજકીય ગરમાવો અનુભવાઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.