છેલ્લા પંદર દિવસથી સૌરાષ્ટ્રના રાજકારણમાં અનેક પાસાઓ પર ચર્ચા વિચારણા થઈ રહી છે. ખાસ કરીને નરેશ પટેલ અને હાર્દિક પટેલ પર સૌની નજર છે. હાર્દિક પટેલની નારાજગીને લઈને વાત થઈ રહી છે. ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ રાજકારણમાં જોડાઈ રહ્યા છે એવી વાત છે. પણ કઈ પાર્ટીને બેઠી કરશે એ નક્કી નથી. એવામાં વાવડ એવા મળ્યા છે કે, હાર્દિક પટેલે બંધ બારણે નરેશ પટેલ સાથે એક મહત્ત્વની બેઠક યોજી છે.
ત્રણ કલાક સુધી હાર્દિક પટેલ અને નરેશ પટેલની બંધ બારણે બેઠક યોજાઈ હતી. રાજકીય લોબીમાં આ બેઠકને રાજકીય ચહલપહલના પ્લાનિંગ અંગે જોવામાં આવી રહી છે. બંને પાટીદાર આગેવાનોની આ બેઠકને રાજકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહી છે. ખાસ કરીને કોઈ પાર્ટીમાં બંને જોડાય એવી અટકળ લગાવવામાં આવી રહી છે. રાજકોટમાં આવેલા નરેશ પટેલના નિવાસસ્થાને આ બેઠક યોજાઈ હતી. હાર્દિક પટેલે પ્રયાસ કર્યા હતા કે, નરેશ પટેલ કોંગ્રેસમાં એન્ટ્રી કરે. પણ પછી હાર્દિક પટેલ સામે કેટલાક નેતાઓની નારાજગી હોવાનું સામે આવ્યું છે. સામે હાર્દિકની પણ કોંગ્રેસ સાથે રીસનું કારણ હોઈ શકે. સવાલ હવે આ બેઠકને લઈને થઈ રહ્યા છે.અને માત્ર સમાજહિતને લઈને બેઠક હતી કે રાજકીય રીતે મજબુતી માટે બેઠક હતી?આ પ્રશ્ન રાજકોટની પ્રજામાં ચર્ચામાં છે.
હાર્દિક પટેલે કહ્યું હતું કે, હું કોંગ્રેસ પાર્ટીનું ભલુ ઈચ્છું છું.અને મને એટલો હેરાન કરવામાં આવે છે કે ઘણા ખરાબ અનુભવ થાય છે. કોંગ્રેસના નેતાઓ એવું ઈચ્છે છે કે, હું કોંગ્રેસ પાર્ટી છોડી દઉં. રાહુલ ગાંધીને ઘણી વખત મેં સ્થિતિની જાણ કરી છે. પણ કોઈ પ્રકારના પગલાં લેવાયા નથી. ટ્વીટર પર હાર્દિક પટેલે કહ્યું હતું કે, સાચું બોલવું જોઈએ. હું પાર્ટીનું ભલું ઈચ્છું છું. પ્રજા અમારી પાસેથી અપેક્ષા રાખે છે. અમે એ અપેક્ષા પર ખરા ન ઊતરીએ તો નેતાગીરીનો કોઈ અર્થ છે? પાર્ટી માટે આજ સુધી શ્રેષ્ઠ આપવાનું કામ કર્યું છે. હજું પણ કરવાનું છે. મને કોઈ પદનો મોહ નથી. ભાજપ કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરવા અને એને પોતાન તરફ ખેંચવા માટે આક્રમક હોય છે. પણ કોંગ્રેસમાં માત્ર વાતો થઈ રહી છે. છેલ્લા બે મહિનાથી નરેશ પટેલને કોંગ્રેસમાં લેવા માટે ચર્ચાઓ ચાલી રહી છે.
હું કહું છું કે, નરેશ પટેલે કોઈ ડિમાન્ડ રાખી નથી. કોઈ સમાજનું અપમાન કરવાનો કોંગ્રેસને અધિકાર નથી. કોંગ્રેસ હાઈકમાન્ડે આ મામલે ઝડપથી નિર્ણય કરવા જોઈએ. પોતાના રાજકીય નિવેદનોને કારણે હાર્દિક પટેલ હવે હાઈકમાન્ડની નજરમાં છે. હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને દિલ્હીથી તેડું આવ્યું છે.અને હાર્દિક પટેલ અને હાઈકમાન્ડ વચ્ચે એક બેઠક યોજાશે. રવિવારે હાર્દિક પટેલ દિલ્હી પહોંચ્યા હતા. એવું સુત્રોનું કહેવું છે .
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.