નરેશ પટેલ જ્યારે કોઈ પાર્ટીનું નામ લે અને તેનો ખેસ પહેરે ત્યારેજ સત્ય માનવું આવી ચર્ચા રાજકોટ પંથકમાં ચાલી રહી છે..

ભાજપમાં જોડાવાનો હાર્દિકના સંકેત ભાજપમાં હાર્દિક આવે તેને લઈને ગણગણાટ જોવા મળી રહ્યો છે. અને હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાનો ગણગણાટ ચાલી રહ્યો છે તો બીજી તરફ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવવાની રાહ જોવાઈ રહી છે, નરેશ પટેલ કોંગ્રેસમાં સામેલ થાય તો હાર્દિક પટેલ કદાચ કોંગ્રેસ ના છોડે તેવી શક્યતાઓ છે. કેમ કે, કોંગ્રેસ તરફથી સૌથી પહેલું આમંત્રણ નરેશ પટેલને લેટર લખીને હાર્દિક પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યાર પછી પણ હાર્દિક પટેલે એક પછી એક સવાલ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવવાને લઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે. તેમ સવાલો કર્યા હતા.

પ્રદેશ નેતાઓ સામે સવાલો ઉભા કર્યા હતા ત્યારે બીજી તરફ એવી પણ વાત સામે આવી રહી છે કે, ભાજપના વખાણ કરતા હાર્દિક પટેલે ભાજપમાં જોડાય તેવો ગણગણાટ શરૂ થઈ ગયો છે. ગઈ કાલથી દિલ્હી ખાતેની રાજકીય ગતિવિધિઓ નરેશ પટેલની શરૂ થઈ ગઈ હતી, ત્યારથી જ તેમનો કોંગ્રેસમાં જોડાવવાનો નિર્ણય જાણે નક્કી થઈ ગયો તે પ્રકારે અત્યારે ગુજરાતના રાજકારણમાં વાતાવરણ બન્યું છે.અને આજે તેઓ દિલ્હીની શીર્ષ નેતૃત્વ સાથે બેઠક પણ કરી રહ્યા છે પરંતુ રાજકોટવાસીઓ અને એ પંથકના રાજકિય વિશ્લેષક અને લોકો શરૂઆતથી જ એવું કહી રહ્યા છે. કે, ત્રણેય પાર્ટીઓ સાથે બેઠક કરી ચૂકેલા નરેશ પટેલની વાત ત્યારે જ માનજો જ્યારે કોઈ પાર્ટીનું નામ લે અને તેનો ખેસ ખભા પર પહેરે. કેમ કે, ભાજપ સાથે પણ બેઠક કરી ઓફર મેળવી ચૂક્યા છે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે પણ તેમની અગાઉ બેઠક મળી ચૂકી છે.અને તે વાત ખુદ કેજરીવાલે ગુજરાત પ્રવાસમાં સ્વિકારી છે. જેથી આ વાત અહીં યોગ્ય બંધ બેસે છે.

એવી પણ વાત સામે આવી રહી છે કે, કોંગ્રેસના શીર્ષ નેતૃત્વમાં સોનિયા ગાંધીને આજે બપોર બાદ નરેશ પટેલ મળે તેવી શક્યતાઓ છે. જ્યાં સુધી કોંગ્રેસ દ્વારા રાજકારણમાં નરેશ પટેલના પ્રવેશને લઈને મહોર મારી શકે છે અને ત્યાં સુધી મે મહિનાની શરૂઆતમાં નરેશ પટેલ જોડાય તેવી શક્યતાઓ છે. જે દરેક પાર્ટીઓ સાથે નરેશ પટેલ ધરોબો ધરાવે છે જેથી એક પછી એક પાર્ટીમાં તેમના જોડાવવાના સમાચાર સામે આવી ચૂક્યા છે. ત્યારે તમામ પાર્ટીઓની વાત સાંભળી તેઓ તેમના મનનું ધાર્યું કરી શકે છે. જોકે હવે અંતિમ ઘડીની વાત સામે આવી છે કે કોંગ્રેસના પ્રભાવમાં હોય અને રાજકીય કારકિર્દીની શરૂઆત કરે તેવી પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જેથી નરેશ પટેલ વિશે એવું કહેવાય છે કે નરેશ પટેલ કોઈ રાજકીય પાર્ટીનું નામ બોલે અને એ પાર્ટીનું નામ લીધા બાદ તેમના ખભે પાર્ટીનો ખેસ પહેરે ત્યારે જ સત્ય માનવું અને તેવી વાત રાજકોટ પંથકમાં ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.