નર્મદા ડેમમાં પાણીની આવક વધી, ખોલાયા 9 દરવાજા, 16 ગામોને કરાયા એલર્ટ..

ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધતા નર્મદા નદીમાંથી 1.17 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં 1.17 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. ચોમાસા દરમ્યાન ડેમનું લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. તેમજ ડેમનાં 9 દરવાજા 0.8 મીટર ખોલી પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થયો હતો. ડેમમાં હાલ ઉપરવામાંથી 1,17,291 ક્યુકેસ પાણીની આવક થવા પામી હતી. વરબેડ પાવર હાઉસમાંથી અને ડેમનાં 9 ગેટ ખોલીને 1,17,010 ક્યુસેક પાણી નદીમાં છોડાયું હતું.

નીંચાણવાળા અને કાંઠાના 16 જેટલા ગામો એલર્ટ કરાયા

મધ્ય પ્રદેશનાં ઓમકારેશ્વર બંધમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યા છે. નીચાણવાલા અને કાંઠાનાં 16 જેટલા ગામો એલર્ટ કરાયા છે. સરદાર સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટનાં કે જાનહાની ના થાય તે માટે જરૂરી સુરક્ષા પગલા લેવા અને નાગરિકોને સચેત રહેવા સૂચના અપાઈ છે.

ચોપડવાવ ડેમ થયો ઓવરફલો

નર્મદા જીલ્લાનાં ડેડીયાપાડાનાં સાગબારાનામાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. ચોપડવાવ ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમનાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા હતા.

સરદાર સરોવર ડેમમાં 88% જળસંગ્રહ

રાજ્યમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવક વધી હતી. રાજ્યનાં 206 જળાશયોમાં સરેરાશ 64 ટકા જળસંગ્રહ થાય છે. સરદાર સરોવર ડેમમાં 88 ટકા જળસંગ્રહ થયો છે. 52 ડેમ 100 ટકા તો 42 ડેમ 70 થી વધુ ભરાયા હતા. 23 ડેમ 50 થી 70 ટકા ભરાયા હતા. 66 જળાશયો ઓવરફ્લો થવાની સ્થિતિમાં હોવાથી હાઈએલર્ટ પર મુકાયા છે. 17 ડેમ એલર્ટ પર જ્યારે 11 વોર્નિંગ પર મુકાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.