કોરોના મહામારીને કારણે જંગલ સફારી પાર્ક 6 મહિના બંધ રાખવામાં આવ્યું અને 31 ઓક્ટોબરના દિવસથી પ્રવસીઓ માટે સ્લોટ બનાવવામાં આવ્યાં હતા. જેમાં માર્યાદિત ટિકિટ આપવામાં આવતી હતી. જેથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાય. જોકે, આ ઓનલાઇન ટિકિટમાં કેટલાક પ્રવાસીઓ ને ટિકિટ ન મળતા નિરાશ થયા હતા.
જેને જંગલ સફારી પાર્કના વહીવટદારો દ્વારા ઓનલાઇન ટિકિટની મર્યાદા કાઢી નાખી ઓલટાઈમ ઓનલાઇન ટિકિટ કરી દેતા પ્રવાસીઓમાં આનંદ છવાયો અને હવે પ્રવાસીઓ મોટી સંખ્યામાં જંગલ સફારી પાર્કમાં ઉમટી રહ્યા છે.
પશુ પક્ષીઓને વધુ ઠંડીના લાગે એ માટે રાત્રે તેમને કોટેજમાં લઈ જવામાં આવે જેની આજુબાજુ લીલી નેટ લગાવવામાં આવે અને તમામ કોટેજની બહાર હિટર મશીન લગાવવામાં આવ્યા છે. જેનાથી વાતાનુકુલીત રૂમ બને જેમાં પશુપક્ષી નિરાંતે રહી શકે.
હાલમાં નર્મદા જિલ્લામાં મૌસમ એકદમ ખુશનુમા છે. સાતપુડા અને વિંધ્યાચળની ગિરિમાળા સોળેકળાએ ખીલી ઉઠી છે ત્યારે પ્રવાસીઓ અહીં ફરવાનો અનેરો આનંદ લઇ રહ્યાં છે
નર્મદા : પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે. હવે નર્મદા (Narmada) જિલ્લાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue Of Unity) ખાતેના જંગલ સફારી પાર્કમાં (Safari park) પ્રવાસીઓ માટે ટિકિટ (Online Tickits) માટે સ્લોટ હટાવી દેવામાં આવ્યા છે. હવે પ્રવાસીઓને ઓનલાઇન ટિકિટ સહેલાયથી મળી શકશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.