સ્ટેચ્યુ ઓફ યુનિટીથી કેવડિયા સુધીના વિસ્તારમાં કરવામાં આવેલા બાંધકામને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. એક બાજુ આદિવાસી લોકો જમીન વળતર મુદ્દે સરકારની સામે કોર્ટમાં લડી રહ્યા છે. તેવામાં કોર્ટના આદેશ અનુસાર સ્થાનિક તંત્રએ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઈને કેવડિયા ભારત ભવન સુધીની જમીનો પર કરવામાં આવેલા બાંધકામને દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. આ વિસ્તારમાં હાઇકોર્ટનો સ્ટે આવવાથી જુલાઈ 2019 પછી થયેલા તમામ બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રિપોર્ટ અનુસાર નર્મદા યોજના માટે કેવડીયાના 6 ગામના લોકોઓ પોતાની જમીન ગુમાવવાનો વારો આવ્યો હતો. આ છ ગામડાઓમાં ખેડૂતોને સરકાર તરફથી યોગ્ય વળતરન નહીં મળવાના કારણે ગામના લોકોએ યોગ્ય વળતરની માગને લઇને હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ મામલે હવે આગામી દિવસોમાં ગ્રામજનો અને પક્ષકારો વચ્ચે કમિટી બનાવીને ફોર્મ્યુલા નક્કી કરી 10 દિવસમાં કોર્ટ સમક્ષ મૂકવા અથવા 10 દિવસ બાદ કોર્ટ ન્યાયોચિત નિર્ણય લેશે. આ મામલે વધુ સુનાવણી 11મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.
બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ભારત ભવન સુધી જુલાઈ 2019 કરવામાં આવેલા બાંધકામને દૂર કરવા માટે હાઈકોર્ટે જિલ્લા તંત્રને આદેશ આપ્યો છે. હાઈકોર્ટના આદેશ અનુસાર નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીની સુચના અનુસાર ડેપ્યુટી કલેકટર બી.એસ.અસારી, ગરૂડેશ્વરના મામલતદાર કે.સી.ચેરપોટ સહિત, નર્મદા નિગમના અધિકારીઓએ ચૂસ્ત પોલીસ બંદોબસ્તને સાથે રાખીને ભારત ભવનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જુલાઇ 2019 પછી કરવામાં આવેલા તમામ બાંધકામને તોડી પડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.