નાસામાં પણ કોરોનાની એન્ટ્રી, 2 કેસ પોઝિટિવ, 17000 કર્મચારીઓને ઘરે મોકલી દેવાયા

અમેરિકાની જગમશહૂર સ્પેસ એજન્સી નાસા( નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)માં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે.

નાસાએ પોતાના 17000 કર્મચારીઓને ઘરે મોકલીને ઘરેથી જ કામ કરવાનો આદેશ આપ્યો છે. કોઈ ખાસ મિશન પર લાગેલા કર્મચારીઓને જ નાસામાં આવવાની વિશેષ છુટ અપાઈ છે.

નાસાએ વેબસાઈટ પર જાણકારી આપતા કહ્યુ છે કે, 2 કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાના કારણે પગલા ભરવા જરુરી બન્યા છે. જેથી વાયરસ વધારે ના ફેલાય.કર્મચારીઓ અને તેમના પરિવારોને સ્થાનિક ગાઈડ લાઈન ફોલો કરવાનો આદેશ આપ્યો છે.

અમેરિકામાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. હાલમાં 6000 કરતા વધારે લોકો તેનાથી અસર પામેલા છે અને 107 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. તેની સામે માત્ર 9 દર્દીઓ જ સાજા થયા છે. લોકોમાં ડરનો માહોલ વધી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.