નાસા ફરીથી ચંદ્ર પર સમાનવ મિશન મોકલવા માંગે છે. સંભવતઃ આ મિશન ૨૦૨૪માં યોજાશે. એ માટે ચંદ્ર પર ઉતરી શકે અને ત્યાંથી પરત આવી શકે એવા લેન્ડર યાનનો કોન્ટ્રાક્ટ સ્પેસ-એક્સ કંપનીને અપાયો છે. ઈલોન મસ્કની કંપની સ્પેસ-એક્સને નાસા આ કોન્ટ્રાક્ટ પેટે ૨.૮૯ અબજ ડૉલર (૨૫૮ અબજ રૃપિયા) ચૂકવશે.
આ લેન્ડર બનાવવા માટે અન્ય ખાનગી કંપનીઓ પણ સ્પર્ધામાં હતી, જેમાં ઈલોન મસ્કના હરિફ અને એમેઝોનના માલિક જેફ બેઝોસની કંપની બ્લૂ ઓરિજિન પણ બતી. પરંતુ એ બધાને સાઈડમાં મુકી નાસાએ વધુ એક કોન્ટ્રાક્ટ સ્પેસ-એક્સને આપ્યો છે. નાસા માટે સ્પેસ-એક્સ કેટલાક વર્ષોથી કામ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.