નાસાએ શેર કરી મંગળ ગ્રહની તસવીર, એલિયન યોદ્ધા દેખાયાનો કર્યો દાવો

નાસાના માર્સ રોવર ક્યુરિયોસિટીએ હાલમા મંગળ ગ્રહની તસવીર ખેંચી છે, જેમા કેટલાક રહસ્યો સામે આવ્યા છે. જેથી ત્યાં એલિયન હોવાનુ સામે આવ્યુ છે.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ, નાસા દ્વારા હાલમા પ્રકાશિત મંગળની ફોટોની મદદથી એક સ્વઘોષિત UFO વિશેષજ્ઞ, સ્કૉટ સી વારિંગએ ચોંકાવનારી શોધ કરી છે. વારિંગએ એ બાબતનો દાવો કર્યો છે કે, આ ફોટોમા એક ગ્રહના પહાડોમા યોદ્ધા જેવી આકૃતિ દેખાઈ રહી છે.

વારિંગએ પોતાના બ્લોગ ET Databaseએ 19 જુનએ લખ્યુ કે, મને આજે નાસા રોવરની નવી ફોટોમા મંગળ ગ્રહના એક પહાડમા આ આકૃતિ જોવા મળી. આ આકૃતિ પુરૂષ કે મહિલા કોઇની પણ હોઇ શકે, કારણ પૃથ્વી પર પણ ઘણી વખત પ્રાચીન યોદ્ધાઓના કવચ ફુલાયેલા હોય છે, જેમા તેઓ વધુ તાકતવર દેખાય છે અને પોતાના દુશ્મનમાં ભય પેદા કરે છે.

લાંબી ટોપી કવચને ભાગ લાગે છે, અને આનાથી વ્યક્તિના માથાનો 30% ભાગ ઢંકાય જાય છે. આ જોઇને દક્ષિણ ડકોટાના માઉન્ટ રશમોરની યાદ અપાવે છે.

તેમણે પોતાના બ્લોગમા વધુમા જણાવ્યુ કે, કેટલાક એલિયન મનુષ્યોની સરખામણીએ લાંબા અને મોટા કપાળવાળા હોય છે. આ એક પહાડના કિનારા પર છે, જે મને એ સમયની યાદ અપાવે છે, જ્યારે હું માઉન્ટ રશમોરની નજીક રહેતો હતો અને પહાડ પર કેટલાક રાષ્ટ્રપતિઓના ચહેરાની આકૃતિઓ અંકાયેલી જોતો. બુદ્ધિમાની લોકો માટે આવુ કરવુ મુશ્કેલ છે કારણ પોતાની સંસ્કૃતિના કેટલાક લોકો પર ગર્વ કરીને તેને પથ્થર પર કોતરવા તેને હંમેશા માટે અમર બનાવી દેવા બરાબર છે.

સ્પુતનિકએ પોતાની યુ-ટયુબ ચેનલમા પણ વોરિંગની શોધ વિશે જણાવ્યુ હતુ. વિડિયોમા નાસાની ઓરિજનલ ફોટો અને પહાડના એક ભાગને રંગાયેલો દેખાડીને બંન્ને ફોટો વચ્ચેનો વિરોધાભાસ દેખાડવાની કોશિશ કરી છે. આ રંગાયેલો ભાગ યોદ્ધાની આકૃતિ જેવો દેખાઇ રહ્યો છે.

તાઇવાનનો રહેવાસી યૂએફઓ હંટર વારિંગ, એલિયન્સની શોધમા નાસાનો ફોટો અને ગુગલ મેપના ફોટાનુ અર્થઘટન કરવા માટે પ્રસિદ્ધ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.