મંગળ પર ગ્રીન કલરનો ચમકદાર પથ્થર જોઈને, નાસાના વૈજ્ઞાનિકો રહી ગયા છે હેરાન

મંગળ ગ્રહ લાલ રંગનો છે તે સૌને ખબર છે. જ્યાંની માટી પણ લાલ રંગની છે. પથ્થરોનો રંગ પણ લાલ રંગ સાથે મળતો આવે છે. અચાનક ત્યાં પર એક ગ્રીન કલરનો ચમકદાર પથ્થર જોઈને નાસાના વૈજ્ઞાનિકો હેરાન રહી ગયા છે. તેમને સમજમાં નથી આવી રહ્યું કે આખરે લાલ ગ્રહ પર ગ્રીન કલરનો પથ્થર આવ્યો ક્યાંથી…??

નાસા પર્સિવરેન્સે પોતાના ટ્વિટર હેન્ડલ અકાઉન્ટથી લખ્યું છે- એન્જીન્યૂટી હેલિકોપ્ટરને મંગળની સપાટી પર ઉતાર્યા પછી અમારી ટીમે આ પથ્થરને જોયો છે. તેના ફોટ રોવર પર લાગેલા કેમેરામાં લેવામાં આવ્યા છે. હાલમાં આ અંગે અમારી પાસે માત્ર હાઈપોથેસિસ છે, જ્યાં સુધી રોવર તેની તપાસ નહીં કરે કંઈજ કહી શકાય તેમ નથી.

આ પથ્થર આશરે 6 ઈંચ એટલે કે 15 સેન્ટીમીટર લાંબો છે. નજીકથી જોવા પર તેની ઉપર લેઝર માર્ક જોવા મળે છે. તેને એક વખત સુપરકેમ લેઝર દ્વારા તપાસવામાં આવી ચૂક્યો છે. લેઝર તપાસ દરમિયાન ખબર પડ્યું કે આ પથ્થરની અંદર ચમકદાર ક્રિસ્ટલ જેવી કોઈ ધાતુ છે, જેની પર પ્રકાશ પડવાને લીધે તે વધારે ચમકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.