નસરૂદ્દીન શાહે કહ્યું, ‘ હું ધ કેરલા સ્ટોરી ફિલ્મ નહીં જોઉં.

નસીરુદ્દીન શાહે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે ભૂમિ, રુમાના, ફરાઝ જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ. આ ફિલ્મો જોવા માટે કોઈ થિયેટરમાં નથી ગયું. અને તેઓ ‘ધ કેરાલા સ્ટોરી’ જોવા સિનેમા હોલમાં જઈ રહ્યા છે. મેં આ ફિલ્મ જોઈ નથી. મારો તેને જોવાનો કોઈ પણ ઈરાદો પણ નથી, કારણ કે મેં તેના વિશે ઘણું વાંચ્યું છે.

નસીરુદ્દીન શાહે કેરાલા સ્ટોરીની સફળતાને ખતરનાક ગણાવી. નાઝી જર્મની સાથે આ ટ્રેન્ડની સરખામણી કરી. તેઓ કહે છે એક તરફ, આ એક ખતરનાક ટ્રેન્ડ છે. તેમાં કોઈ શંકા ને સ્થાન નથી. અમે નાઝી જર્મની તરફ આગળ વધી રહ્યા છીએ, જ્યાં હિટલરના સમયમાં સુપ્રિમ લીડર દ્વારા ફિલ્મ નિર્માતાઓની નિમણૂંક કરવામાં આવી હતી.

જેથી તે પોતાની ફિલ્મોમાં સરકારની પ્રશંસા કરે અને દેશના લોકો માટે તેણે શું કર્યું તે બતાવે. યહૂદી લોકોને નીચું જોવામાં આવતું હતું. ઘણા દિગ્ગજ જર્મન ફિલ્મ નિર્માતાઓ દેશ છોડીને હોલિવુડ ગયા હતા. ત્યાં ફિલ્મો બનાવી. અહીં ભારતમાં પણ એવું જ થઈ રહ્યું છે. કાં તો સાચાનો સાથ આપતા શીખો, તટસ્થ બનો અથવા સત્તા તરફી રહો.

નસીરુદ્દીન શાહના આ શબ્દો પર બીજેપી નેતા મનોજ તિવારીએ કહ્યું કે તેણે કહ્યું- નસીરુદ્દીન સાહેબ સારા અભિનેતા છે પરંતુ તેમનો ઈરાદો સારો નથી. ધ કેરલા સ્ટોરીની FIR પર આધારિત છે. પરંતુ જો નસીરુદ્દીન શાહમાં હિંમત હોય તો કોર્ટમાં જાઓ. આ નિવેદન સાથે નસીરુદ્દીન સાહેબે જે રીતે પોતાનો પરિચય આપ્યો છે તે એક ભારતીય તરીકે સારો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.