પાકિસ્તાને જાસૂસી કરવાના રેકેટ સાથે સંબંધ હોવાના આરોપમાં અત્યાર સુધીમાં 11 નૌકા દળના કર્મચારીઓ સહિત 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોને પાકિસ્તાની ગુપ્ત એજન્સીઓએ સોશિયલ મીડિયા પર હની ટ્રેપ કરીને જાળમાં ફસાવી લીધા હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ જણાવ્યું હતું કે, પોલીસે આ લોકોને મુંબઇ, કારવાડ અને વિશાખાપટ્ટનમ સહિત દેશના કેટલાક નૌકા દળના સ્થળોથી પકડ્યા છે. આ લોકો પર ફેસબુક સહિત પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલ દ્વારા ભારતીય નૌકા દળની સંવેદનશીલ માહિતી લીક કરવાનો આરોપ છે.
અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર, પકડાઇ ગયેલા નૌકા દળના કર્મચારીઓના સોશિયલ મીડિયાના પ્રોફાઇલોને શોધવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે અને એ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે એ લોકોના સંબંધો કયા સંદિગ્ધ લોકો સાથે છે. આંધ્ર પ્રદેશ પોલીસ, નૌકા દળ અને કેન્દ્રીય ગુપ્ત એજન્સીઓએ સંયુક્ત રૂપે આ કાર્યવાહી કરી હતી. ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં જાસૂસીની બાબતમાં સામેલ 7 નૌકા દળના કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતની તપાસ કરી રહેલી આંધ્ર પ્રદેશની પોલીસને નૌકા દળની ગુપ્ત એજન્સી પુરો સહયોગ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.