ભારતમાં થોડા દિવસોથી કોરોના સંક્રમણના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે દેશમાં 326,123 નવા કેસ આવ્યા છે જે મે મહિનામાં સૌથી ઓછા છે. આ સાથે 24 કલાકમાં મોતનો આંક પણ 3879 રહ્યો છે. વર્લ્ડોમીટરના અનુસાર રાહતની વાત એ છે કે કોરોનાથી રોજના કેસમાં સૌથી ઓછા કેસ ગઈકાલે આવ્યા છે.
એક જ દિવસમાં નોંધાયા 3 લાખ 26 હજાર 14 કેસ આવ્યા છે અને સાથે જ રિકવર પેશન્ટની વાત કરીએ તો એક જ દિવસમાં દેશમાં 3 લાખ 52 હજાર 850 લોકો સાજા થયા છે. આ સિવાય એક જ દિવસમાં દેશમાં 3 હજાર 876 લોકોના મૃત્યુ થયા હોવાનું આંકડા કહે છે. હાલ દેશમાં એક્ટિવ કેસ 36 લાખ 69 હજાર 573 થયા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 39 હજાર 923 કેસ આવ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 53 હજાર 249 લોકો સારવાર મેળવી ચૂક્યા છે. કર્ણાટકમાં એક જ દિવસમાં 41 હજાર 779 કેસ નોઘાયા છે.
મહારાષ્ટ્ર, કર્ણાટક, યૂપી, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, બિહાર, ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તેલંગાણા, જમ્મૂ, ગોવા, ચંડીગઢ, લદ્દાખમાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂમાં છે. આ સિવાય 9 રાજ્યો ચિંતા વધારી રહ્યા છે જેમાં કેરળ, તમિલનાડુ, પ.બંગાળ, અસમ, પંજાબ, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશ, પોંડિચેરી, મણિપુરની સ્થિતિ પણ ચિંતાજનક છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.