9 શ્રમિકોને સારવાર અર્થે ખસેડાયા,સોમવાર રાતે 8.30 કલાકે એક બ્લાસ્ટ થયો

રાજકોટ-વાંકાનેર રોડ પર ખેરવા ગામની સીમમાં આવેલી અને કેમિકલ બનાવતી ફેક્ટરીમાં ગઈકાલે રાતે 8.30 કલાકે બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણ શ્રમિકના ઘટનાસ્થળે અને એકનું રાજકોટ હોસ્પિટલમાં મોત થયું છે. 9 શ્રમીકો જતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ આગ લાગી ત્યારે ફેક્ટરીમાં 22 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા જેમાં કામ કરી રહેલા 9 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા અને 3ના ઘટના સ્થળે જ મોત છે. મજૂરો જ્યારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તો દૂર દૂર સુધી ફંગોળાયા હતા.

રાતે 10 વાગ્યા બાદ અનિલકુમાર, મનોજ, મોહન, છોટન શર્મા, સન્ની, સરમન, રોશન, મહેશ્વર અને એક અજાણી વ્યક્તિને દાઝેલી હાલતમાં રાજકોટ લાવવામાં આવ્યા હતા. જેમાંથી અજાણી વ્યક્તિનું મોત થયુ છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.