કોરોનાએ અમદાવાદ શહેરને બાનમાં લીધુ છે. દરરોજ કોરોનાના રેકોર્ડ બ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. એક જ દિવસમાં શહેરમાં 2,631 જેટલા કોરોનાના કેસો નોંધાયા હતા તથા નવા 35 વિસ્તારનો માઈક્રો કન્ટેનમેન્ટમાં સમાવેશ થતા શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારનો આંક 430એ પહોંચ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,152 કેસ નોંધાયા છે તો 81 લોકોની મોત છેલ્લા 24 કલાકમાં નોંધાઈ છે. અને 3,023 દર્દીઓ સાજા થયાં છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 81 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5076 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.