ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધવાની ગતિ પર થોડી બ્રેક લાગી છે એવામાં સુરતમાં કોરોના મુદ્દે આંશિક રાહત મળી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. શહેરમાં જેટલા નવા કેસ આવી રહ્યા છે તેની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે દેખાઈ રહી છે. સુરતમાં ગઇકાલે 1 હજાર 39 નવા કેસ સામે 1 હજાર 949 દર્દી સ્વસ્થ થયા છે.
ગંભીર દર્દીઓની સંખ્યા સુરતમાં કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. હાલમાં સુરતની સિવિલ તથા સ્મીમેર હોસ્પિટલમાં 704 દર્દીઓ એવા છે જે ગંભીર છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં 475માંથી 471 દર્દી ગંભીર છે
ડિમાન્ડ ઓછી થઈ હોવા છતાં સરકાર દ્વારા સુરતને આજે પણ પૂરતો ઑક્સીજન આપવામાં આવી રહ્યો નથી. સુરત શહેરમાં મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ ઘટીને 180 મેટ્રીક ટન થઈ ત્યાં બીજી તરફ માંગ સામે 170 મેટ્રીક ટન જથ્થો ફાળવાયો છે.
શહેરમાં બે દિવસ પહેલા 4 હજારથી વધુ રેમડેસિવિરની જરૂરિયાત રહેતી હતી જે હવે 3 હજાર 510 પર પહોંચી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.