બિનભાજપ શાસિત રાજ્યોએ કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા,ઇકોમર્સને લઇને નવા નિયમોને કારણે બેરોજગારીનું વધશે પ્રમાણ

બિનભાજપ શાસિત રાજ્યોએ કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા ઇકોમર્સને લઇને જે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ રાજ્યોની એવી દલીલ છે કે આ નવા નિયમોને કારણે બેરોજગારીનું પ્રમાણ વધશે.

રાજ્યોની એવી દલીલ છે કે કોઇ પણ નવા નિયમો લાગુ કરતા પહેલા તેની રાજ્યોની રેવન્યૂ અને આર્થિક આવક પર અસર ન થાય તેના પર જરૂર ધ્યાન રાખવું.

સંશોધન ડ્રાફ્ટમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ફ્લેશ સેલને સીમિત કરવા અને પ્રાઇવેટ બ્રાંડને મહત્વ આપવા પર લગામ લગાવવામાં આવશે. કંપનીઓ તરફથી કંપ્લાયંસ ઓફિસર અપોઇંટ કરવા અને સેલરીની અનદેખીથી કસ્ટમરને નુકસાન થવા પર તેની જવાબદારી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર નાખવાની પણ જોગવાઇ છે.

ઇંડસ્ટ્રીના જાણકારો મુજબ એમેઝોન અને વોલમાર્ટની ફ્લિપકાર્ટે પોતાના બિઝનેસ માળખામાં બદલાવ લાવવા પડશે. ગ્રાહક મામલાના મંત્રાલયે કંઝ્યૂમર પ્રોટેક્શન રૂલ્સ 2020માં સંશોધનનું માળખુ તૈયાર કર્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.