ગુજરાતના શિક્ષણ બોર્ડ દ્વારા હવે નવો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે નવા સત્ર પહેલા ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટેનો નિર્ણય શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી છે. ધોરણ 10નું તો પરિણામ પણ આપી દેવામાં આવ્યું છે જેમાં બધા જ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં કેટલું લર્નિંગ લોસ થયું છે તે જાણવા માટેની આ પરીક્ષા હશે. આગામી 10થી 12 જુલાઇ દરમિયાન આ નિદાન કસોટી લેવામાં આવશે જેમાં ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા છે. ધો.9-10માં ગણિત,વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાનની પરીક્ષા લેવાશે જ્યારે ધો.12 સાયન્સમાં ફિઝિક્સ,કેમેસ્ટ્રી,ગણિત, બાયોલોજી તથા ધો.12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વો,વાણિજ્ય, આંકડાશાસ્ત્રની પરીક્ષા લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.