બ્લૅક ફંગસના દર્દીમાં એસ્પરજિલસ ફંગસનો વધી રહ્યો છે ખતરો,નવા વાઇરસના જાણો નવો લક્ષણો……

લખનઉમાં અત્યાર સુધી આ દર્દીના 17 કેસ મળી આવ્યા છે. 2 રીતના આ ફંગસ 30-45 વર્ષના યુવાઓમાં વધારે જોવા મળી રહ્યા છે. આ બંને ફંગસના લક્ષણો સમાન છે. આ ફંગસની ઓળખ ફંગલ કલ્ચર અને સાઈનસ નેઝલ એન્ડોસ્કોપિક બાયોપ્સીથી થાય છે.

આ ફંગસ કોવિડ અને બ્લેક ફંગસના 3 દર્દીમાં જોવા મળ્યું છે. એડમિટ થનારા દર્દીમાં ફંગસના લક્ષણ કોરોનાથી મુક્ત થયા બાદ એક અઠવાડિયા બાદ જોવા મળ્યા છે. ડોક્ટર્સ કહે છે કે સારી વાત એ છે કે એસ્પરજિલસ બ્લેક ફંગસથી ઓછી ખતરનાક છે. તે શરીરને પ્રમાણમાં ઓછુ નુકસાન કરે છે.

એસ્પરજિલસ ફંગસના લક્ષણો

  • આંખોમાં દર્દ રહેવું
  • આંખો લાલ થવી
  • અડઘા માથામાં દર્દ થવું
  • પાંપણો ઝૂકી જવી કે સોજા આવવા
  • આંખનું પોતાની જગ્યાએથી બહાર આવવું
  • અચાનક આંખની રોશની ઘટી જવી
  • આંખ સિવાય નાકમાંથી પણ લોહી વહેવું
  • મોઢું વાંકુ થઈ જવું
  • સ્કીન પર કાળા પોપટા જામી જવા

હજુ સુધી 17 કેસ જોવા મળ્યા છે. આ ફંગસ ઓછી રોગ પ્રતિરોધક ક્ષમતા વાળા લોતોને અસર કરે છે. પોસ્ટ કોવિડ દર્દીમાં આ ફંગસ વધારે જોવા મળે  છે. સંયમિત જીવનશેલી વાળા લોકો આ ફંગસથી બચી શકે છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.