હિંદૂ માન્યતાઓ અનુસાર એક વર્ષમાં કુલ 4 નવરાત્રિ (4 Navratri) આવે છે. જેમાં શારદીય અને ચૈત્ર નવરાત્રિ ઉપરાંતની બે નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ (Gupt Navratri) કહેવાય છે.
હિન્દુ ધર્મમાં માઘ મહિનાનું વિશેષ મહત્વ છે. ગુપ્ત નવરાત્રિ આ મહિનામાં ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગુપ્ત નવરાત્રિમાં લોકો ધ્યાન કરીને દુર્લભ શક્તિઓ પ્રાપ્ત કરે છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર ગુપ્ત નવરાત્રિ વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે.
નવરાત્રિના પ્રત્યેક દિવસે નવ દુર્ગાના વિશેષ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. તેથી, આ તહેવાર નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે. મા દુર્ગાના નવ મંત્રોમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને માતા સિદ્ધિદાત્રીના વિશેષ મંત્રોચ્ચાર કરવામા આવે છે.
નવદૂર્ગાના બીજ મંત્ર:
1. शैलपुत्री – ह्रीं शिवायै नम:।
2. ब्रह्मचारिणी ह्रीं श्री अम्बिकायै नम:।
3. चन्द्रघण्टा ऐं श्रीं शक्तयै नम:।
4. कूष्मांडा ऐं ह्री देव्यै नम:।
5. स्कंदमाता ह्रीं क्लीं स्वमिन्यै नम:।
6. कात्यायनी क्लीं श्री त्रिनेत्रायै नम:।
7. कालरात्रि क्लीं ऐं श्री कालिकायै नम:।
8. महागौरी श्री क्लीं ह्रीं वरदायै नम:।
9. सिद्धिदात्री ह्रीं क्लीं ऐं सिद्धये नम:।
આ તમામ મંત્રો ખુબજ ચમત્કારિક હોવાથી પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.