સ્ક્રેપિંગ પોલિસીના આધારે હવે તમે જૂના વાહનને સ્ક્રેપ કરાવ્યા બાદ નવું વાહન ખરીદો છો તો તમને નવા વાહન પર 5 ટકાની છૂટ મળે છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આ વાતની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસીના આધારે જૂના વાહનોનો ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે. તેના અનુસાર પર્સનલ વ્હીકલ્સને 20 વર્ષ બાદ અને કર્મશિયલ વ્હીકલ્સને 15 વર્ષ બાદ ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે. ગડકરીએ કહ્યું કે આ પોલીસીના 4 મુખય ફેઝ છે. છૂટ સિવાય પ્રદૂષણ ફેલાવનારા વાહનો પર ગ્રીન ટેક્સ અને અન્ય શુલ્ક પણ વસૂલાશે.
સ્ક્રેપિંગ પોલીસીની જાહેરાત 2021-22ના કેન્દ્રીય બજેટમાં કરાઈ હતી. આ પોલીસીમાં 4 ફેઝ હશે જેમાથી એક ફેઝમાં છૂટ આપવાની વાત કરાઈ છે.
રિપોર્ટ અનુસાર ફિટનેસ ટેસ્ટને માટે લગભગ 40,000 રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે જે રોડ ટેક્સ અને ગ્રીન ટેક્સ સિવાયનો રહેશે. આ ફિટનેસ સર્ટિફિકેટ ફક્ત 5 વર્ષને માટે માન્ય હશે. તમારા જૂના વાહનફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ જાય છે તો ત્યાર બાદ તેને સડક પર ચાલવાની અનુમતિ મળશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.