પંજાબ સરકારે કોરોના સંક્રમણનો ફેલાવો અટકાવવા રવિવારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. હવે ફક્ત તે જ લોકો કે જેમની પાસે કોવિડનો નેગેટીવ રિપોર્ટ હશે, તે જ પંજાબમાં પ્રવેશ કરી શકશે.
હવે કારમાં ફક્ત બે જ લોકો મુસાફરી કરી શકશે. પંજાબ સરકાર દ્વારા આ નવી ગાઇડલાઇન તાત્કાલિક અસરથી લાગુ કરવાની સૂચના આપવામાં આવી છે.
મેડિકલ સ્ટોર્સ, દૂધ, શાકભાજી, ફળો, ડેરી, ઇંડા અને માંસ અને મોબાઈલ રિપેર શોપ પણ ખુલી રહેશે.
કોઈ પણ મંદિર, ગુરુદ્વારા, મસ્જિદ અને ચર્ચમાં શ્રધ્ધાળુઓની ભીડ એકઠી ન કરવા સૂચના આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.