ત્રીજી લહેરને લઈને એક્સપર્ટનું માનવું છે કે તે આવશે. પરંતુ તે ક્યાં સુધીમાં આવશે તે અંગે કંઈ ન કહી શકાય. કેન્દ્ર સરકારના પ્રિંન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર પ્રોફેસર વિજય રાધવને બુધવારે કહ્યુ કે બીજી લહેર બાદ ત્રીજી લહેર આવશે. પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે ત્રીજી લહેર આવશે ક્યારે આવશે અને કેટલી ખતરનાક હશે તે ન કહી શકાય.
બેંગ્લુરુ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થમાં મહામારી વિશેષજ્ઞ ડો. ગિરિધર બાબૂ કહે છે કે આ ઠંડીમાં આવવાની શક્યતા છે. નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરુઆતમાં. આ માટે આ સંક્રમણમાં જેમને સૌથી વધારે સંકટ છે તેમને જલ્દીમાં જલ્દી રસી આપવી જરુરી છે.
ડો. ગિરિધરે એમ પણ કહ્યુ કે ત્રીજી લહેર 3 ફેક્ટર પર નિર્ભર કરે છે. પહેલા તો તે ડિસેમ્બર સુધી આપણે કેટલાનું રસીકરણ કરીએ છીએ. બીજુ આપણે સુપર સ્પેડર ઈવેન્ટને કેટલી રોકી શકીએ છીએ અને ત્રીજુ કેટલી જલ્દી નવા વેરિએન્ટને ઓળખી શકીએ છીએ.
સરકારની આંકડા મુજબ 16.24 કરોડ લોકોને રસી લાગી છે. ભારતમાં અત્યાર સુધી 11 ટકા વસ્તી એવી છે જેમને વેક્સિનનો 1 ડોઝ લાગ્યો છે. આંકડા ઘણા નાના છે. રોજ 40થી 50 લાખ લોકોનું રસીકરણ થવું જોઈએ જે રસીની અછતને લીધે નથી થઈ રહ્યુ. ત્યારે કોરોનાની બીજી લહેરના 7 મે સુધી પીક પર આવવાનો અંદાજો લગાવાઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.