હાલ સમગ્ર દુનિયા કોરોના વાયરસ (Corona virus)ને કારણે સુસ્ત બની ગઈ છે. પરંતુ આજે નવરાત્રિના પહેલા જ દિવસે સારા સમાચારા આવ્યા છે. અમેરિકામાં કોરોના વાયરસની રસી તૈયાર થઈ ચૂકી છે. વૈજ્ઞાનિકોને આ રસીથી કોરોના વાયરસને નાબૂદ કરવામાં સફળતા મળી છે. ચાર દેશઓમાં તેના ક્લિનિકલ ટ્રાયલના શાનદાર પરિણામ આવ્યા છે. અમેરિકન સરકાર જલ્દી જ આ રસીને મંજૂરી આપી શકે છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, અમેરિકન સાયન્ટિ્સે ક્લોરોક્વીન અને હાઈડ્રોક્સિક્લોરોક્વીનને (Hydroxychloroquine) જોડીને એક રસી તૈયાર કરી છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (FDA) આ રસીના ક્લિનિકલ ટ્રાયલ (Clinical trial) ની મંજૂરી આપી દીધી છે. ગત એક મહિનાથી આ રસીનું ટ્રાયલ ચીન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ અને અમેરિકામાં સફળ રહ્યુ છે. જે દર્દીઓની સારવાર આ રસીથી કરવામાં આવી છે, તેઓને પ્રભાવી પરિણામ મળ્યું છે.
અમેરિકન સરકાર જલ્દી જ શરૂ કરી છે સારવાર
અમેરિકન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોરોના વાયરસને નાબૂદ કરવા માટે આ નવી રસીને સફળતા મળી છે. જોકે, FDAને કોઈ પણ રસીને મંજૂરી આપવામાં લાંબો સમય લાગે છે. પરંતુ વૈશ્વિક ચેલેન્જ અને પરિસ્થિતિને જોતા આગામી કેટલાક દિવસોમાં તેની સારવાર માટે લીલી ઝંડી મળવાની આશા જાગી છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, સાર્સને નાબૂદ કરવામાં આ દવાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વખતે આ રસીમાં કોરોના વાયરસના જિનેટિકલ કોડના હિસાબથી બદલાવ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસથી લડવામાં આ રસીનું પરિણામ આશાજનક છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સાર્સનું જ વિરાટ સ્વરૂપ છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.