જે લોકોની રાશિમાં બુધનો ગ્રહ મજબૂત હોય છે તેઓ પ્રખર વક્તા, હાજર જવાબી અને સારા વ્યાપારી હોય છે. પરંતુ જેનો બુધ નબળો હોય છે તેવી વ્યક્તિઓ માનસિક પરેશાનીઓથી ઘેરાયેલી રહે છે.
16 એપ્રિલે એટલે કે આજે બુધ મીન રાશિથી નીકળીને રાતે 9 અને 5 મિનિટે મેષ રાશિમાં પ્રવેશ કરશે. અહીં તે 1 મે સુધી રહેશે. આ પછી તે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.
મેષ રાશિમાં બુધનો આ ગોચર થવાના કારણે મિથુન, મીન અને કર્ક રાશિને માટે ખૂબ જ સારો સમય બની રહ્યો છે. તો અન્ય તરફ વૃશ્વિક, મકર અને વૃષભ રાશિને માટે આવનારા 15 દિવસ મુશ્કેલ બની શકે છે
લોકોના સ્વભાવમાં ઉગ્રતા આવે છે. દેશની સીમાઓ પર તેની અસર પડે છે અને સાથે જ સામાન્ય લોકોમાં કડવાશ આવી શકે છે.
બુધના આ ગોચરના પ્રભાવથી લોકોની હેલ્થને જોખમ છે. આ સમયે લોકોએ સ્વાસ્થ્ય માટે જાગૃત રહેવાની જરૂર છે. બુધનો સંબંધ ચર્મરોગની સાથે છે. આ માટે ગોચરના સમયે લોકોમાં સ્કીન એલર્જીની સમસ્યા વધે છે.
ઘરના સભ્યોમાં વાણીમાં કડવાશ આવશે. આ સિવાય દામ્પત્ય જીવનમાં ઉંચનીચ આવી શકે છે. બુધના પ્રભાવથી ઘરમાં ક્લેશ વધી શકે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.