નવસારી ભાજપમાં બે ફાંટા, પ્રમુખએ ઉપ-પ્રમુખને સભામાં ખેંચીખેંચીને માર્યા તમાચા

નવસારી જિલ્લાની વિજલપોર નગરપાલિકા ભાજપમાં બે ફાંટા પડી ગયા છે. નવસારી જિલ્લાની વિજલપોર નગરપાલિકાની સભા આજે તોફાની બની ગઇ હતી. વિજલપોર પાલિકાને નવસારીમાં સમાવવાની ચર્ચા દરમિયાન પ્રમુખ અને ઉપપ્રમુખ ઝઘડી પડ્યાં હતાં. વિજલપોરને નવસારી શહેરમાં સમાવવા માટે ખાસ સામાન્ય સભામાં ચર્ચા ચાલી રહી હતી એ દરમિયાન ઉપપ્રમુખે પ્રમુખને તમાચા માર્યા હતાં. જેથી સભામાં ભારે હોબાળો મચી ગયો હતો.

સુરતની જેમ નવસારી જિલ્લાના વિજલપોરને નવસારીમાં સામાવાને લઈને નગરપાલિકામાં ભાજપમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં આજે ખાસ સામાન્ય સભા બોલવામાં આવી હતી. તેમાં સભ્ય વચ્ચે આજે ભડકો થયો હતો. જેમા વિજલપોર નગરપાલિકાના ઉપપ્રમુખ સંતોષ પુંડકરે વિજલપોર નગરપાલિકાનાં પ્રમુખ જગદીશ મોદીના ગાલ પર તમાચા માર્યા હતાં.

મહત્વપૂર્ણ છે કે, વિજલપોર પાલિકામાં ભાજપનાં જ બાગી જૂથે બાયો ચડાવી છે. જોકે વીજલપોરને નવસારીમાં સામાવાને લઈને ભાજપમાં બે જૂથ લાંબા સમયથી આમને સામાને આવી ગયા હતા. વિજલપોર નગરપાલિકામાં ભાજપના જ 17 સભ્યોએ બળવો કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.