ગત જાન્યુઆરી 2020માં ઠંડીનો પારો 4 ડિગ્રી રહેતા 2 વર્ષ પહેલાનો રેકોર્ડ તોડ્યો હતો. આ સીઝનમાં હજી ઠંડી વધવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવાઈ છે.
નવસારી, વાપી, ભરૂચ, તાપી : હવામાનમાં થઈ રહેલા ફેરફારને પગલે ઠંડીનો પારો છેલ્લા એકાદ અઠવાડિયાથી વધઘટ થયા કરે છે. જેમાં નવસારીમાં આજે ઠંડીનો પારો ગગડિને 9.4 ડિગ્રી નોંધાતા કાતિલ ઠંડી પડી હતી. ઉપરાંત બુધવારે વલસાડમાં તાપમાન ઉંચુ જતાં પારો 17 પર પહોંચી ગયો હતો.
ક્યાં કેટલું તાપમાન નોંધાયું
જીલ્લો મહત્તમ લઘુત્તમ
તાપમાન તાપમાન
નવસારી 31.3 9.4
ભરૂચ 30 13
તાપી 32 14
વલસાડ 33 17
બુધવારે નવસારીમાં મહત્તમ તાપમાનમાં 0.3 ડિગ્રી વધતા 31.3 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે લઘુત્તમ તાપમાન 0.6 ડિગ્રી ગગડતા 9.4 ડિગ્રી નોંધાયુ હતુ. બુધવારે પવનોએ દિશા બદલતા દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 2.5 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાતા ઠંડીએ લોકોએ ધ્રુજાવ્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.