નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આંગણવાડી કાર્યકરોને કર્યા ખુશખુશાલ, 53000 બહેનોને મળશે ફાયદો

ગુજરાતમાં વિધાનસભાના બજેટસત્રમાં આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બજેટસત્રમાં આંગણવાડી કાર્યકારોના પગારમાં વધારો કરવાના નિર્ણયથી આંગણવાડીના બહેનો ખુશખુશાલ દેખાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારો કરવા માટે માંગ ઉઠી હતી. ત્યારે આજે ગુજરાત વિધાનસભાના નિમય 44 અંતર્ગત રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે મોટી જાહેરાત કરી હતી.

નીતિન પટેલે આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારો કરવાના નિર્ણયમાં રાજ્યની કુલ 51229 આંગણવાડીની બહેનોને રૂપિયા 600નો વધારો આપ્યો છે. જ્યારે તેડાઘરની બહેનોના પગારમાં પણ રૂપિયા 300નો વધારો આપવામાં આવ્યો છે. એમ કુલ રાજ્યની 53 હજારથી વધુ આંગણવાડી અને તેડાઘરની કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે.

નીતિન પટેલે આંગણવાડીના કાર્યકરો માટે કરેલી જાહેરાત પ્રમાણે જો આંગણવાડી કાર્યકરોનો પગાર રૂપિયા 7800 અને તેડાઘરની બહેનોનો પગાર રૂપિયા 3950 થયો છે. આ સિવાય મીની આંગણવાડી બહેનોના પગારમાં પણ 33 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નીતિન પટેલે કરેલો પગાર વધારો આંગણવાડીની બહેનોને એક માર્ચ 2019થી અમલી બનાવાશે, જ્યારે માનદ વેતનનું એરીયર્સ પણ 3 હપ્તામાં ચુકવવાનો નિર્ણય કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.