જમ્મુ અને કાશ્મીર પ્રશાસને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને નજરકેદમાંથી આઝાદ કર્યા છે. તેમના પરથી પબ્લિક સેફ્ટી એક્ટ હટાવી લેવાયો છે. ફારૂક અબ્દુલ્લા ગત વર્ષે રાજ્યમાંથી 5મી ઓગસ્ટે કલમ 370 હટાવી ત્યારથી નજરકેદ હતાં.
અત્રે જણાવવાનું કે 5મી ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્રની મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને સમાપ્ત કર્યો હતો. રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં વિભાજિત કર્યા હતાં. તે જ દિવસે રાજ્યના ત્રણ પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીને નજરકેદ કરાયા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.