મૃત્યુ બાદ મોદી-ટ્રમ્પ કરતા પણ વધુ લોકપ્રિય બની ગયા સુશાંત: NCP નેતા મેમણ

 

– મીડિયામાં મોદી કે ટ્રમ્પ કરતા સુશાંતને વધારે સ્પેસ અપાતી હોવાનો આક્ષેપ

 

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા માજીદ મેમણે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મામલે ખૂબ જ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે મીડિયામાં અભિનેતાના મૃત્યુને લઈ જે મુદ્દો ઉઠી રહ્યો છે તેના સામે સવાલ કર્યો હતો અને સુશાંત પોતાના જીવનકાળ દરમિયાન જેટલો પ્રસિદ્ધ નહોતો તેટલો મૃત્યુ બાદ થયો તે અર્થનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

એનસીપી નેતાએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘સુશાંત પોતાના જીવનકાળ દરમિયાન એટલા પ્રસિદ્ધ નહોતા જેટલા તે મૃત્યુ બાદ થઈ ગયા. મીડિયામાં તે સ્થાન પર જ્યાં તેમણે હાલ કબજો જમાવ્યો છે તે આપણા વડાપ્રધાન કે અમેરિકી રાષ્ટ્રપતિ કરતા ઘણું વધું છે.’

રાજ્યસભાના પૂર્વ સાંસદ મેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા મીડિયાનું ઘણું વધારે ધ્યાન હાલ સુશાંત પર છે અને મીડિયા સુશાંત કેસને વધારે સ્પેસ આપી રહી છે તેમ કહ્યું હતું.

મેમણે કહ્યું કે, ‘જ્યારે કોઈ ગુનાની તપાસ ચાલતી હોય ત્યારે ગોપનીયતા જાળવી રાખવી પડે. મહત્વપૂર્ણ સાક્ષી એકત્રિત કરવાની પ્રક્રિયા માટે ઉઠાવાઈ રહેલા દરેક પગલાને સાર્વજનિક કરવાથી સત્ય અને ન્યાયના હિત પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે.’

તેમણે કહ્યું કે, ‘સુશાંત અંગેના મારા ટ્વિટ પર ખૂબ ચર્ચા જામી છે. શું તેનો મતલબ એવો છે કે સુશાંત પોતાના જીવનકાળ દરમિયાન લોકપ્રિય નહોતા કે તેમને ન્યાય ન મળવો જોઈએ? બિલકુલ નહીં. ફક્ત ખોટા વિચારોથી બચવું જોઈએ. ટ્વિટ કોઈ રીતે અપમાનજનક કે અપમાનિત નથી કરતી.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.