મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિને લઇને સુપ્રીમ કૉર્ટમાં સુનાવણી પહેલા એનસીપી ચીફ શરદ પવાર સતારાનાં કરાડા પહોંચ્યા અને પત્રકારોનાં દરેક પ્રશ્નનો જવાબ આપ્યો. અહીં તેમણે કહ્યું કે, “અજિત પવારે આવું કેમ કર્યું તેની જાણકારી મને નથી.” શરદ પવારે એ પણ કહ્યું કે, અજિત પવારનાં વિદ્રોહ પાછળ તેમનો કોઈ હાથ નથી. અજિતનું બીજેપી સાથે જવું તેનો નિર્ણય છે. તેમણે કહ્યું કે, “એનસીપી બીજેપી સાથે સરકારમાં સામેલ નહીં થાય. હવે જે પણ કંઇ સાબિત થશે તે વિધાનસભામાં વિશ્વાસમત દરમિયાન થશે.”
સતારાનાં કરાડમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શરદ પવારે દરેક પ્રશ્નનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, “અજિત પવાર સાથે હજુ સુધી તેમની કોઈ મુલાકાત નથી થઈ.” તો તેમના ઇશારાથી અજિત પવાર બીજેપી સાથે ગયા હોવાનાં પ્રશ્ન પર શરદ પવાર હસ્યા, ત્યારબાદ તેમણે કહ્યું કે, “જો આવુ હોત તો ઓછામાં ઓછું મારી પાર્ટીનાં લોકોને તો સાથે લાવ્યો હોત.” તેમણે કહ્યું કે, “હું શિવસેના સાથે એટલો આગળ આવી ચુક્યો છું, તો હું આવું કેવી રીતે કરી શકું છું, આ વિશે વિચારી પણ ના શકુ.”
સરકાર ગઠનમાં મોડું થવાને લઇને શરદ પવારે કહ્યું કે, “અમારે 5 વર્ષ માટે રાજ્ય ચલાવવાનું છે. કૉંગ્રેસ અને અમે સાથે હતા અને શિવસેના અલગ વિચારધારાવાળી હતી, આ કારણે અમારે તેમની સાથે દરેક મુદ્દા પર વાત કરવાની હતી. દરેક ચીજને સ્પષ્ટ કરવાની હતી.” શરદ પવારે કહ્યું કે, “જૉર્જ ફર્નાન્ડિસની સાથે પણ અટલ બિહારી વાજપેયીએ સરકાર બનાવી હતી. એ સમય પણ અમે જોયો, ત્યારે વાજપેયીએ સૌને સાથે બેસાડ્યા જે વિવાદ હતો તેને અલગ રાખ્યો અને કૉમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરીને સરકાર બનાવી.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.