NDAએમાંથી શિવસેના બહાર? સાવંતે રાજીનામું આપતા આપ્યો આવો જવાબ

મહારાષ્ટ્રમાં રાજકીય દંગલ ચાલુ છે અને તેની વચ્ચે મોદી કેબિનેટમાંથી ભારે ઉદ્યોગમંત્રી અરવિંદ સાવંતે રાજીનામું આપી દીધું છે. તેમણે આજે મીડિયા સાથે વાત કરતાં આરોપ મૂકયો કે ભાજપ ઉદ્ધવ ઠાકરેની છબીને નુકસાન પહોંચડાવાની કોશિષ કરી રહ્યું છે. એનડીએમાંથી શિવસેનાની ઔપચારિક રીતે બહાર થવાના પ્રશ્ન પર તેમણે સીધો કોઇ જવાબ આપ્યો નહીં, પરંતુ એમ બોલ્યા કે મારા રાજીનામાં પરથી સમજી જાઓ. ભાજપ પર વિશ્વાસઘાતનો આરોપ મૂકતા કહ્યું ગઠબંધનના સમયે ભાજપે શિવસેનાના મુખ્યમંત્રીનું વચન આપ્યું હતું.

NDAમાંથી બહાર થવા પર સ્પષ્ટ જવાબ આપ્યો નહીં

કેન્દ્રમાં શિવસેનાના કોટાથી મંત્રી સાવંત દક્ષિણી મુંબઇથી સાંસદ છે. એનડીએ સાથે છેડો ફાડવાના પ્રશ્ન પર તેમણે સીધો કોઇ જવાબ આપ્યો નહીં અને કહ્યું, ‘સમજવાની વાત છે. મારા રાજીનામાં પરથી તમે સમજી જાઓ. હું અહીં મારી પાર્ટીના પ્રતિનિધિ તરીકે આવ્યો છું.’ તેમણે ભાજપ પર વાદાખિલાફીનો આરોપ લગાવતા કહ્યું કે ભાજપ અધ્યક્ષ અને ઉદ્ધવ ઠાકરેજીની વચ્ચે કેબિનેટમાં 50-50 શેર અને મુખ્યમંત્રી પદની સમજૂતી થઇ હતી. ભાજપે સીએમ પદનું વચન આપ્યું હતું અને હવે તેઓ પોતાના વચન પરથી ફરી ગયા છે. આવી પરિસ્થિતિમાં નૈતિક રીતે મારા માટે પદ પર બની રહેવું યોગ્ય નિર્ણય હશે નહીં.

ઉદ્ધવની છબી ખરાબ કરવાના આરોપ

રાજીનામા બાદ મીડિયા સાથે વાત કરતાં શિવસેના સાંસદે ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ભાજપ પ્રજાની વચ્ચે અમારી પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની છબીને ખરાબ કરવાની કોશિષ કરી રહ્યું છે. ભાજપ ઉદ્ધવ ઠાકરેની ઉપર જુઠ્ઠા આરોપો લગાવી રહ્યું છે. એવામાં વિષમ સ્થિતિમાં દિલ્હીમાં મારા મંત્રી બની રહેવાનો કોઇ અર્થ નથી. મેં મારું રાજીનામું આપી દીધું છે. પત્રકાર પરિષદ બાદ તેમણે પોતાના રાજીનામાંની કોપી પણ મીડિયા સામે દેખાડી અને કહ્યું કે હાલ વડાપ્રધાનને મળવાનો સમય નથી. મેં મારું રાજીનામું મોકલી દીધું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.